1,576 Total Views
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતના સિતારા હાલના દિવસોમાં ખુબ જ ઉંચા લાગી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે બાદ કંગનાએ હવે સીધો પ્રહાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર કરી નાંખ્યો છે. શુક્રવારે કંગનાએ જણાવ્યું કે, ઈતિહાસ તેમનું મૌન અને પક્ષપાતને આંકશે. કંગનાનો સોનિયા પર સીધો પ્રહાર તેવા સમયે સામે આવ્યો છે, જ્યારે તેમના ગૃહરાજ્ય હિમાચલ પ્રદેશમાં તે વાતની ચર્ચા ચાલી રહી છે કે કંગના અને તેમનો પરિવાર બીજેપીમાં સામેલ થઈ શકે છે.
એક દિવસ પહેલા જ કંગનાની મા અને પૂર્વ સંસ્કૃત ટીચર આશા રનૌતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને ધન્યવાદ આપતા જણાવ્યું હતું કે, તેવું જાણતા હોવા છતાં કે અમે કોંગ્રેસ સમર્થક છીએ તો પણ તેમને અમારો સાથ આપ્યો. કંગનાના દિવગંત દાદા સરજૂ રામ મંડી જિલ્લાના ગોપાલપુર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા.
તમારા મૌનને ઈતિહાસ યાદ રાખશે
કંગનાએ શુક્રવારે એક ટ્વિટમાં સોનિયા ગાંધીને સંબોધિત કરતા લખ્યું હતું કે, ‘જ્યારે અમારી સરકારમાં મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને કાયદા વ્યવસ્થાની મઝાક ઉડાવવામાં આવી રહી છે, તેવામાં તમારું મૌન રહેવું ઈતિહાસ યાદ રાખશે. મને આશા છે કે તમે દખલગીરી કરશો. કંગનાએ સોનિયાને સંબોધન કરતા જણાવ્યું કે, આદરણીય સોનિયા ગાંધીજી એક મહિલા હોવાના નાતે શું મહારાષ્ટ્રમાં તમે તમારી સરકાર તરફથી મારી સાથે થયેલા વ્યવહારના કારણે ગુસ્સામાં નથી?
બીજેપીએ કંગનાના ઘર સુધી કાઢી માર્ચ
ગુરુવારે હિમાચલ બીજેપીએ મનાલીથી 155 કિમી દૂર ભાંબલા સ્થિત કંગનાના પૈતુક નિવાસ સ્થાન સુધી એકજૂથતાનો સંદેશ આપતા માર્ચ કાઢી હતી. જો કે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ સૂત્રોના મતે, બીજેપીની હિમાચલ યૂનિટ પહેલાથી જ રનૌત પરિવારનું પાર્ટીમાં સ્વાગત કરવા માટે વ્યાકુળતાનો સંદેશ આપી ચૂકી છે.
કંગનાની માતાના ટ્વિટર પર વધ્યા ફોલોવર્સ
કંગનાની માતા આ મુદ્દા પર ટ્વિટર પર થોડા લેટ એક્ટિવ થયા છે. તેમના એકાઉન્ટથી વધારે ટ્વિટ ગત મહીને થઈ છે, તેમાં તેમને કોંગ્રેસ અને શિવસેના વિરુદ્ધ ઘણું જ લખ્યું છે. ગત દિવસોમાં આશા રનૌતના ટ્વિટર પર 18,000 ફોલોવર્સ હતા, જેમાં છેલ્લા કેટલાંક દિવસોમાં 10,000 ફોલોવર્સનો વધારો થયો છે.