Bollywood

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના ભડકેલા સ્ટેટમેન્ટ અને મોં પર સંભળાવી દેવાની વાતના કારણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે….

 568 Total Views

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત તેના ભડકેલા સ્ટેટમેન્ટ અને મોં પર સંભળાવી દેવાની વાતના કારણ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. સુશાંત કેસમાં કંગના સતત પોતાનો પક્ષ રજૂ કરી રહી છે. કંગના આ મામલે મહારાષ્ટ્ર સરકાર સાથે અથડાઇ ચુકી છે.

આ સિવાય કંગનાએ ઘણી દિગ્ગજ હસ્તીઓને ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે. સુશાંત સિંહના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં NCBની તપાસ ચાલી રહી છે અને આ તપાસમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સના નામ બહાર આવી રહ્યા છે. શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાન બાદ હવે બોલિવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણનું નામ પણ આ તપાસમાં સામે આવ્યું છે.

હવે કંગનાએ આડકતરી રીતે દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું છે. કંગનાએ કહ્યું કે મોટા ઘરના બાળકો તેમના મેનેજરને પૂછે છે- માલ છે? કંગનાએ ટ્વીટ કર્યું હતું કે ‘મારી વાત સાથે સહમત થાઓ, હતાશા એ ડ્રગ્સના દુરૂપયોગનું પરિણામ છે. ઉચ્ચ વર્ગ અને સારો ઉછેરનો દાવો કરનાર કહેવાતા ઉચ્ચ સમાજના સમૃદ્ધ સ્ટાર બાળકો તેના મેનેજરને પૂછે છે, “માલ છે?”

શિવસેનાના નેતા સંજય રાઉત સાથેના ટ્વિટર વોર પછી BMC એ મુંબઈમાં કંગનાની ઓફિસ પર છાપા માર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે કંગનાના ડ્રગ્સ કનેક્શન અંગે તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે, કંગનાએ કહ્યું હતું કે તેની કોઈ પેડલર્સ સાથે લિંક્સ નથી અને જો આવું સાબિત થાય તો તે કાયમ મુંબઈ છોડવા તૈયાર છે. કંગનાએ ફરી એકવાર પોતાના ટ્વિટથી મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.

મહારાષ્ટ્રના ભિવંડીમાં એક બિલ્ડિંગ ધરાશાઇ થઈ હતી આ ઘટનાને લઇને કંગનાએ સરકાર પર કટાક્ષ કર્યો છે. મહારાષ્ટ્રામાં આટલી મોટી દુર્ઘટના સર્જાઇ અને મહારાષ્ટ્ર સરકારની પીન કંગના પર ચોટી છે. જો મારા તરફનું તેમનું ઝનુન ઓછુ થાય તો સમજાય કે આસપાસ શું ચાલી રહ્યુ છે. આમ કંગનાએ એક સાથે દીપિકા અને BMC પર નિશાન તાક્યુ છે. પોતાની ભડાશ કાઢી છે.

Leave a Reply

Your email address will not be published.