917 Total Views
સુશાંત સિંહ રાજપૂતનું આ રીતે દુનિયાને અલવિદા કહેવું એ સૌ કોઈ માટે આંચકા જેવું છે. આટલા દિવસો પછી પણ કોઈને માનવામાં નથી આવતું કે અત્યારે સુશાંત આ દુનિયામાં નથી. બોલિવૂડના કલાકારોથી લઈને ફેન્સમાં તો દુ:ખનો માહોલ છે જ પણ સાથે સાથે રાજનેતાઓ પણ આ મામલે ઘણા સક્રિય છે. ત્યારે હવે આ વાત પર અમિત શાહને કડક પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે.
ઝારખંડથી ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ ગૃહમંત્રી અમિત શાહને કહ્યું છે કે, આ કેસમાં તપાસ કરો. સાથે જ આ સાંસદે દેશની ટોચ લેવલની એજન્સીઓને પણ આ તપાસમાં હાથ આપવાની વાત કરી છે. સાંસદે અમિત શાહને પત્ર લખીને કહ્યું કે, બોલિવૂડ જગતને એવા લોકો નિયંત્રિત કરી રહ્યા છે જેમના સંબંધ માફિયાઓ સાથે છે. ફિલ્મોમાં ગેરકાયદેસર પૈસા વપરાય રહ્યા છે. આવા બધા કારણોસર જ સુશાંત જેવા પ્રતિભાશાળી યુવાનોને પરેશાન કરવામાં આવે છે આખરે જીવનથી અને આવા લોકોથી કંટાળીને આત્મહત્યા જેવું પગલું ભરવું પડે છે.
આ સાથે જ સાંસદે પત્રમાં આગળ વાત કરી કે, બોલિવૂડમાં કેટલાક એવા લોકો છે જે ડી-કંપની સાથે પણ સંબંધ ધરાવે છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આવા માફિયા લોકોને એકસાથે પણ જોવા મળ્યા છે. ડ્રગ્સના વેપારથી જોડાયેલ લોકોના પૈસા પણ બોલિવૂડમાં લાગી રહ્યા છે. તેથી હું માગ કરું છું કે સુશાંત સિંહ રાજપૂતની મોત અને તેના કારણો જાણવા માટે CBI, ED, Income Tax, NIA, SIT વગેરેને લઈ તપાસ કરાવવી જોઈએ. ગૃહમંત્રી અમિત શાહને આગ્રહ કરું છું કે આ કેસમાં તપાસ કરાવો.
सुशांत सिंह राजपूत की मौत के कारणों तथा उनके तह तक जाने के लिए CBI,ED,Income Tax,NIA का SIT बनाने का आग्रह गृहमंत्री @AmitShah जी से किया ।आतंकवाद व नशाखोरी,माफिया व विदेश की ताक़तों की जॉंच @MumbaiPolice नहीं कर सकती pic.twitter.com/ryxxltwajV
— Dr Nishikant Dubey (@nishikant_dubey) June 27, 2020