GUJARAT

ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂનો ખતરો વલસાડ જિલ્લા માં બર્ડ ફૂલના કાગડા ના મોતમાં 4 જેટલા કેસ પોઝિટિવ.

 1,501 Total Views

દેશમાં બર્ડ ફ્લૂ નો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. દેશના ચાર રાજ્યોમાં બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂનો ખતરો દેખાઈ રહ્યો છે. વલસાડ જિલ્લા (Valsad district)માં બર્ડ ફૂલના કાગડા (Crows)ના મોતમાં 4 જેટલા કેસ પોઝિટિવ આવતા વલસાડ વહીવટી તંત્ર (Valsad Administration)દોડતું થયું. વહીવટી તંત્ર દ્રારા સાવચેતીના તમામ પગલાંઓ લેવાયા છે તેમજ આરોગ્યને લગતી ટીમો બનાવી કામે લગાડી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના છેલ્લા કેટલા દિવસોથી કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. વલસાડ શહેરના સુગળ ફળિયા તથા અટગામ ખાતે કાગડાઓ મૃત હાલતમાં મળતા વલસાડ પશુપાલન વિભાગ તથા વન વિભાગ દ્રારા સ્થળ પર પહોંચી તમામ મૃત કાગડાઓના સેમ્પલો લઈ ભોપાલ ખાતે મોલવામાં આવ્યા હતા. ભોપાલ ખાતે મોકલવામાં આવેલા કાગડાઓના સેમ્પલમાંથી 4 જેટલા કાગડાઓના સેમ્પલ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું.

વલસાડ શહેરના સુગળ ફળિયા વિસ્તારના 3 તથા અટગામ વિસ્તારનો એક કાગડામાં બર્ડ ફૂલ જોવા મળ્યો હતો. 4 જેટલા કાગડાઓના મોતનું કારણ એવિયન એન્ફ્લૂએન્ઝાથી થયાની પુષ્ટિ થઈ છે, ત્યારે જિલ્લામાં એવિયન એન્ફ્લૂએન્ઝા રોગના કારણે કાગડાઓ મોતથી ફફડાટ ફેલાયો છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધત્મક આદેશો જાહેર કરાયા છે તો અસરગ્રસ્ત વિસ્તારોમાં 60 દિવસ સુધી વિસ્તારના 1 કિલોમીટરની ત્રિજયામાં ચાલતા પોલ્ટ્રી ફાર્મમાં પક્ષીઓ, મરઘાઓ કે સામાનની આવન જાવન પર રોક મુકવામાં આવી છે. વહીવટી તંત્રના આદેશનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.