India

ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો, આંતરાષ્ટ્રીય દોડવીરના નામ-ફોટામાં સૌથી મોટી ભૂલ કરાઈ

 465 Total Views

ગુજરાત શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરણ-7નાં પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટના બની હતી. ધોરણ-7ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. ધોરણ-7 સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં પ્રકરણ 16 જાતિગત ભિન્નતામાં ગંભીર ભૂલ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનામાં પાઠ્યપુસ્તકમાં સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ થઈ છે. જેમાં સરિતા ગાયકવાડના બદલે વનિતા ગાયકવાડ લખાઈ ગયું છે. એટલું જ નહીં, બુકમાં તસ્વીર પર વનિતા ગાયકવાડની લગાવાઈ છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો છબરડો સામે આવતા શિક્ષણ વિભાગના માથે મોટું કલંક લાગ્યું છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો છબરડો કર્યો છે. ગુજરાતી માધ્યમની ધોરણ-7ની સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાં મોટો છબરડો સામે આવ્યો છે. પુસ્તકના પ્રકરણ 16 જાતિગત ભિન્નતામાં ગંભીર ભૂલ સામે આવી છે. પુસ્તકમાં આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડના નામ અને તસ્વીરમાં ભૂલ કરવામાં આવી છે. સરિતા ગાયકવાડની જગ્યાએ વનિતા ગાયકવાડ અને તસ્વીર પણ અલગ છાપવામાં આવી છે. આ ગંભીર ભૂલને પગલે સરિતા ગાયકવાડના પ્રસંશકોમાં ભારે નારાજગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલીવારનો કિસ્સો નથી. અગાઉ પણ ધોરણ-6ના પાઠ્યપુસ્તકમાં છપાયેલા 33 જિલ્લામાંથી 7 જિલ્લા ગાયબ થતા મોટો વિવાદ સર્જાયો હતો. 2012માં આ પુસ્તક તૈયાર કરાયું હતું. જેમાં નવા જિલ્લાનો ઉમેરો કરવામાં આવ્યો નહોતો. ઉપરાંત ગીર-સોમનાથ, છોટાઉદેપુર સહિતના જિલ્લા ગાયબ હોવાની જાણકારી સામે આવી હતી.ધોરણ-6નાં પાઠ્યપુસ્તકમાં છબરડાની ઘટનાથી શિક્ષણજગતમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો.

 

Leave a Reply

Your email address will not be published.