GUJARAT

ગુજરાતના ખેલૈયાઓ માટે આનંદના સમાચાર, રાજકોટના એક મોટા ગરબા આયોજકે પાસના બુકિંગની કરી જાહેરાત

 524 Total Views

કોરોના મહામારી વચ્ચે ગુજરાતના ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રિનું આગવું મહત્વ છે, ખેલૈયાઓ આ તહેવારની રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રિ કેન્સલ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતના ખેલૈયાઓને નવરાત્રિમાં ગરબા રમવા રાજ્ય સરકાર છૂટછાટ આપી શકે છે. રાજ્ય સરકારે અગાઉ નવરાત્રીનું આયોજન નહીં થાય તેવું અનેક નિવેદનોમાં જણાવી ચૂકી છે, તેમ છતાં હાલ રાજકોટના સૌથી મોટા ગરબા આયોજક સુરભી ક્લબ દ્વારા પાસના બુકિંગની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનામાં બનાવેલ ગાઈડલાઈન્સના નિયમોનું પાલન સાથે નવરાત્રિ આયોજનની છૂટ મળી શકે છે, તેવા આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હવે રાજકોટમાં તો એક ગરબા આયોજકે અત્યારથી પાસ બુકિંગની જાહેરાત થતાં કોરોના કાળમાં ગરબાનું આયોજન કેટલું વ્યાજબી છે? તેના પર ચર્ચાઓ શરૂ થાય છે, તેમ છતાં નવરાત્રીમાં ગરબા રમાડવા કે નહીં તેનો આખરી નિર્ણય રાજ્ય સરકારના હાથમાં છે, હવે જોવાનું તે છે કે આવનારા સમયમાં નવરાત્રીને લઈને સરકારનું વલણ કેવું રહે છે..

Leave a Reply

Your email address will not be published.