GUJARAT

સૌથી મોટો નિર્ણય: સુરતથી અમદાવાદ આવતા મુસાફરો ખાસ ચેતજો! ફરી એકવાર ST બસો બંધ કરાઈ

 593 Total Views

ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો છે. અમદાવાદ બાદ રાજકોટ અને સુરતમાં કોરોનાના દર્દીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે હાલ સુરતથી અમદાવાદ આવતા લોકો માટે એક ખાસ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદને ફરીથી ચેપગ્રસ્ત ન કરે તેના માટે તંત્ર દ્વારા આગમચેતી પગલા ભરવામાં આવી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરતથી અમદાવાદ આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે.

સુરતથી અમદાવાદ આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યા બાદ દક્ષિણ ગુજરાતમાંથી આવતી બસોને અન્ય કોઇ જિલ્લામાં જવું હોય તો પણ તેને અમદાવાદમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આવી બસોને બાયપાસ જવું પડશે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતમાં 1 જુલાઇનાં રોજથી એસટી બસ શરૂ કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં કોરોના સંક્રમણનાં આંકડા પહેલા કરતા ધીરે ધીરે અંકુશમાં આવી રહ્યાં છે. જ્યારે સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેના કારણે જો સુરતનાં લોકો અમદાવાદમાં આવે તો કોરોનાનાં આંકડા ફરીથી વધી શકે છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજી બાજુ સુરત તરફથી આવતી કાર, એસટી, અન્ય વાહનોમાં આવી રહેલાં લોકોની હેલ્થની ચકાસણી ટોલનાકાની નજીક શરૂ કરાઇ છે. આ પૈકી જે પણ કોરોના પોઝિટિવ હોવાનું જણાય તેમને જો અમદાવાદનાં હોય તો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અથવા તો તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જો પ્રવાસી સુરત તરફનાં હોય તો તેમને પરત મોકલવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.