1,644 Total Views
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિ માં મોટો ભૂકંપ જોવા મળ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ હાલ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને રાજીનામાનો પત્ર મોકલી પણ દીધો છે. હાલ એવું પણ જાણવા મળી રહ્યું છે કે આગામી બજેટ સત્ર માં સાંસદ પદેથી રાજીનામું આપશે તેવા એંધાણ મળી રહ્યા છે.
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જેમાં તેમણે મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ સાથે પત્રમાં લોકસભાના સત્રમાં અધ્યક્ષ ને મળીને પણ લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દઈશ.
પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સાંસદ મનસુખ વસાવાના ભાજપમાંથી રાજીનામા બાદ એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. કેટલાક મુદ્દા પર એમને મનદુ:ખ હતું: પરંતુ તે હવે નથી. ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ રજૂઆત કરી હતી. પરંતુ આગામી સમયમાં અમે તેમના મુદ્દાઓનો ઉકેલ લાવીશું.