621 Total Views
ભરૂચ જિલ્લા પ્રભારી સચિવશ્રીમતિ શાહમીના હુસેનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવશ્રીમતી શાહમીના હુસેને ઉદ્યોગોના પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં કોરોના ન ફેલાય તે માટે વિશેષ કાળજી રાખવાની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક ઔદ્યોગિક એકમોમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમ જણાવી દરેક એકમમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કોરોના વોરિયર્સ અધિકારીની નિમણૂંક થાય જે કોવિડ અંગેની સમગ્ર બાબતોનું ધ્યાન રાખી શકે.
જિલ્લા પ્રભારી સચિવશ્રીએ જણાવ્યું કે, દરેક કંપનીમાં દરેક કર્મચારી ફરજિયાત માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ સાથે કામ કરતો હોવો જોઈએ. કેટલાક કિસ્સામાં વર્ક ફોર હોમનું અમલીકરણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પ્રભારી સચિવશ્રીએ દરેક કંપનીમાં ટેસ્ટીંગ અને વેક્સિનેસન કેમ્પ રાખવામાં આવે તેની પર ખાસ ભાર મુકી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહકારની અપેક્ષા સેવી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક એસોસીએશનના પ્રમુખ શ્રી રમેશભાઈ ગાબાણીએ કોરોનાની મહામારીને નાથવા માટે ઔદ્યોગિક એકમોનો પુરતો સહયોગ મળી રહેશે.
બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, અંકલેશ્વર, ભરૂચ, પાનોલી, દહેજ, વિલાયત અને ઝઘડીયા એસોસિએશનના આગેવાન હોદ્દેદારો સહિત નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત