India

ભારત બાયોટેક કંપની ટૂંકસમયમાં જ દેશમાં નેસલ વેક્સિનની અજમાયશ શરૂ કરશે.

 1,323 Total Views

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરી છે કે કોવિડ-૧૯ વેક્સિનનો પ્રથમ પુરવઠો તેઓ ટૂંકસમયમાં મેળવશે. ગુજરાત સહિતના ૧૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિનનો પુરવઠો સપ્લાયર દ્વારા પૂર્વ નિર્ધારીત સ્થાને પહોંચશે. બાકીના ૧૮ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સંબંધિત સરકારી મેડિકલ સ્ટોર ડેપો ખાતેથી તે જથ્થો મેળવવાનો રહેશે.

શુક્રવારથી દેશભરમાં બીજી વાર ડ્રાય રન હાથ ધરાશે. ૧.૭ લાખ વેક્સિનેટર્સ અને ૩ લાખ વેક્સિનેશન ટીમ સભ્યો તાલીમબદ્ધ કરાયાં છે. દરમિયાન દેશમાં એક કરોડ લોકો સાજા થઇ ચૂક્યા છે. વીતેલા ૨૪ કલાકમાં નવા ૨૦,૩૪૬ નવા કેસ અને ૨૨૨ મોત નોંધાયા હતા.

વેક્સિન વિમાની પરિવહન વ્યવસ્થાને અંતિમ ઓપ અપાયો

કેન્દ્ર સરકારે વેક્સિનના વિમાની પરિવહન માટેની વ્યવસ્થાને આખરી ઓપ આપી દીધો છે. આજકાલમાં વેક્સિન પરિવહન કામગીરી શરૂ થઇ જશે. વેક્સિન વિતરણ વ્યવસ્થાના મુખ્ય કેન્દ્ર તરીકે પૂણે પર પસંદગી ઉતારવામાં આવી છે.

ભારત કોરોના કિલર નેસલ સ્પ્રે બનાવી રહ્યું છે

ભારત બાયોટેક કંપની ટૂંકસમયમાં જ દેશમાં નેસલ વેક્સિનની અજમાયશ શરૂ કરશે. નાગપુર ખાતે તેના પ્રથમ અને દ્વિતીય ફેઝની અજમાયશ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.