Corona-live

રાજ્યમાં 1 ઓગષ્ટથી જાહેરમાં થૂંકનારા અને માસ્ક ન પહેરનારા ચેતજો, અમૂલ પાર્લરથી 2 રૂપિયામાં માસ્ક મળશે

 220 Total Views

કોરોનાના કારણે સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રાજ્યમાં ક્યાંય પણ માસ્ક પહેર્યા વગર નીકળનારી વ્યક્તિ પાસેથી રૂપિયા 200 દંડ વસૂલ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પરંતુ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન માસ્ક ન પહેરનાર પાસેથી રૂપિયા 500 દંડ વસૂલી રહી છે. પરંતુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે.

1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં એકસરખો દંડ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દંડની રકમ રૂપિયા 200થી વધારીને રૂપિયા 500 કરાઈ છે. બીજી બાજુ શહેરીજનોને માસ્કમાં થોડી રાહત મળી રહે તેના માટે આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આજથી આખા રાજ્યમાં લોકોને અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં સાદા માસ્ક મળી રહેશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકો, વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગષ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.

બીજી બાજુ મુખ્યમંત્રીએ નાગરિકો અને પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

Leave a Reply

Your email address will not be published.