Tech

જુલાઈ અને સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાની વચ્ચે, ગૂગલે પ્લે સ્ટોરમાંથી 17 વાયરસ એપ્લિકેશનો ડિલીટ કરી હતી….

 471 Total Views

જુલાઈ અને સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાની વચ્ચે, ગૂગલે પ્લે સ્ટોરમાંથી 17 વાયરસ એપ્લિકેશનો ડિલીટ કરી હતી. તેમાંથી, જુલાઈ મહિનામાં 11 એપ્લિકેશન્સ દૂર કરવામાં આવી હતી અને બાકીની 6 એપ્લિકેશનો ગયા અઠવાડિયે દૂર કરવામાં આવી હતી. આ 17 એપ્લિકેશનો હવે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી અને હવે તેને ડાઉનલોડ કરી શકાશે નહીં. ખરેખર, 17 એપ્લિકેશનોમાં નવું વેરિઅન્ટ મેલવેર જોકર (joker malware) મળ્યું હતું.

જુલાઈમાં સંશોધનકારોએ વાયરસથી અસરગ્રસ્ત હોવાનું જણાતાં 11 એપ્સ શોધી કાઢી હતી. રિપોર્ટ અનુસાર, ગૂગલ આ એપ્સને 2017 થી ટ્રેક કરી રહ્યું છે. 11 એપ્લિકેશનોને કાઢી નાખ્યા પછી, આ ખતરનાક જોકર મેલવેયર ગૂગલ પ્લે સ્ટોરની 6 નવી એપ્લિકેશનોમાં મળી આવ્યું હતું, જેને દૂર કરવામાં આવી છે.

સાયબર સિક્યુરિટી ફર્મ Pradeo ના જણાવ્યા મુજબ, આ 6 એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવતા પહેલા લગભગ 200,000 વખત ડાઉનલોડ કરવામાં આવી છે. ચાલો આપણે જાણીએ કે તે 17 એપ્સ કઈ છે …

>>com.imagecompress.android
>>com.contact.withme.texts
>>com.hmvoice.friendsms
>>com.relax.relaxation.androidsms
>>com.cheery.message.sendsms
>>com.peason.lovinglovemessage
>>com.file.recovefiles
>>com.LPlocker.lockapps
>>com.remindme.alram
>>com.training.memorygame
>>Safety AppLock
>>Convenient Scanner 2
>>Push Message- Texting & SMS
>>Emoji Wallpaper
>>Separate Doc Scanner
>>Fingertip GameBox

આ 17 એપ્લિકેશંસ હાલમાં પ્લે સ્ટોર પર ઉપલબ્ધ નથી, પરંતુ જો આમાંથી કોઈપણ એપ્લિકેશંસ તમારા ફોનમાં પહેલેથી છે, તો તરત જ તેને ડિલીટ કરી દો.

સંશોધનકારોએ જોકર મેલવેરનો નવો વેરિએન્ટ ડિસ્કવર કર્યું છે. જે એપ્સમાં છુપાઇ જાય છે. તે નવી અપડેટેટ જોકર મેલવેર ડિવાઇસમાં ઘણા મેલવેયર ડાઉનલોડ કરી શકે છે. જે બદલામાં યૂઝરની મંજૂરી વગર તેને પ્રીમિયમ સર્વિસનો મેમ્બર બનાવી દે છે. એટલે કે હેકર્સ આ પ્રભાવિત એપ્સ દ્રારા ચુપચાપ પ્રીમિયમ સર્વિસને સબ્સક્રિપ્શન લઇ લે છે અને તે અંગે યૂઝર્સને કઇ ખબર પડતી નથી.

Leave a Reply

Your email address will not be published.