1,480 Total Views
ચીનને તેની વિસ્તારવાદી નીતિ ભારે પડી રહી છે. આ માનસિકતાના કારણે જ રાષ્ટ્રપતિ શી જિનપિંગનો અતિમહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) બરાબરનો વિવાદમાં સપડાયો છે ત્યાં ડ્રેગનનો વધુ એક મોટા પ્રોજેક્ટ પર સંકટ ઉભુ થયું છે.
પાકિસ્તાનના કજબા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદ શહેરમાં સ્થાનિક લોકો દ્વારા ચીન વિરૂદ્ધ જોરદાર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ લોકોનું કહેવું છે કે, ચીન ગેરકાયદેસર રીતે નીલમ અને ઝેલમ નદીઓ પર બંધ બાંધી રહ્યું છે. ચીનના આ ડેમથી અહીંના લોકોને ભારે નુકસાન થશે.
પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK)માં જલવિદ્યુત પ્રોજેક્ટ સ્થાપિત કરવા માટે ચીનની એક કંપનીએ પાકિસ્તાન સાથે 150 કરોડ અમેરિકી ડોલરના કરાર પર સોમવારે હસ્તાક્ષર કર્યાં. એક સમારોહમાં આઝાદ પત્તન જલવિદ્યુત પ્રોજેક્ટ માટે ચીનની જેઝુબા સાથે કરાર પર હસ્તાક્ષર વખતે પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ હાજર રહ્યાં હતાં.
હવે ચીનના આ પ્રોજેક્ટના વિરૂદ્ધમાં સ્થાનિક લોકો જ અવાજ ઉઠાવવા લાગ્યા છે. આજે ચીનના આ ડેમ પ્રોજેક્ટના વિરોધમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદ શહેરમાં હજારોની સંખ્યામાં સ્થાનિક લોકોએ રેલી કાઢી હતી. તેમનું કહેવું હતું કે, ચીન નીલમ અને ઝેલમ નદી પર જે બે બંધ બાંધી રહ્યું છે તેનાથી ભારે નુંકશાન થશે. પર્યાવરણને પણ તેનાથી ભારે નુંકશાન થશે. માટે તેને બંધ કરવામાં આવે. હવે જો આ મામલે વિરોધ વધવાનું નિશ્ચિત છે, CPEC બાદ ચીનને વધુ એક ઝાટકો લાગી શકે છે.
આ પ્રોજેક્ટ પીઓકેના સુધનોતી જિલ્લામાં ઝેલમ નદી પર છે અને તે 2026માં પૂરો થાય તેવી આશા છે. આ પ્રોજેક્ટ મહત્વકાંક્ષી ચીન-પાક આર્થિક કોરિડોર (સીપીઈસી)નો ભાગ છે.