GUJARAT

બેન્ક ઓફ બરોડા ની પ્રતાપનગર બ્રાન્ચમાં લોકરરૂમ માં 2 લાખથી વધારે ઉધઈ કાતરી ગઈ હોવાનું સામે આવતા હોબાળો.

 1,276 Total Views

બેન્ક ઓફ બરોડા ની પ્રતાપનગર વિસ્તાર માં આવેલી બ્રાન્ચમાં લોકરરૂમ માં ઉધઈ આવી ગઈ હતી. જેની જાણ બેન્ક કર્મચારીઓ ને જ ન હતી. આજે એક મહિલા ખાતેદાર બેન્કના લોકરમાં મુકેલા રોકડા રૂપિયા લેવા આવ્યા ત્યારે આ વાતનો ખુલાસો થયો હતો. મહિલા ખાતેદારના લોકરમાં મુકેલા રોકડા રૂપિયા 2 લાખથી વધારે ઉધઈ કાતરી ગઈ હોવાનું સામે આવતા હોબાળો મચી ગયો હતો. બેન્ક કર્મચારીઓ દ્વારા અન્ય લોકરમાં પણ ઉધઈ આવી ગયાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

વડોદરા પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાઈલાઈન કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચ કાર્યરત છે. જે બ્રાન્ચમાં ખાતેદારોને લોકરની સુવિધા આપવામાં આવે છે. બેન્કના એક મહિલા ખાતેદાર દ્વારા તેમના લોકરમાં રૂપિયા 2 લાખથી વધારે રોકડ રકમ મુકવામાં આવી હતી. જેમાં રૂપિયા 5, 10, 100 અને 500ની ચલણી નોટો હતી.

મહિલા ખાતેદારને રોકડી જરૂર હોવાથી તેઓ બેન્કમાં લોકરમાંથી રકમ લેવા આવ્યા હતા. લોકર ખોલતાની સાથે જ તેમના હોંશ ઉડી ગયા હતા. લોકરમાં મુકેલી તેમની રૂપિયા 2 લાખથી વદારેની રકમને ઉધઈ કોતરી ગઈ હતી.

જે બાબતે મહિલાએ બેન્કના કર્મચારીઓને ફરિયાદ કરતાં તેમણે પણ લોકર રૂમમાં ઉધઈ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. જો કે, બેન્ક કર્મચારીઓ દ્વારા અન્ય લોકરમાંથી પણ ઉધઈ આવી ગઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.