732 Total Views
કોરોના (Corona)ની વિરૂદ્ધ જંગની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે. કોરોના માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી (Oxford University)ની સાથે મળીને રસી (Vaccine) બનાવી રહેલા એસ્ટ્રાઝેનેકા (Astrazeneca) એ કહ્યું કે તેના દ્વારા બનાવામાં આવેલી રસી ટ્રાયલ દરમ્યાન 90 ટકા સુરક્ષા આપવામાં સફળ રહી છે. તેના માટે પ્રયોગ દરમ્યાન પહેલાં રસીનો અડધો ડોઝ અપાયો, તેના લગભગ એક મહિના બાદ રસીનો ફુલ ડોઝ અપાયો.
આ અંગે એક અગ્રણી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વેક્સિનલોજિસ્ટ એડ્રિયન હિલે આ મુદ્દા પર વાત કરતા કહ્યું કે હવે આપણે હસી શકીએ છીએ, અમે ટ્રાયલ દરમ્યાન જે લોકોને રસી આપી તેમને હજુ સુધી હોસ્પિટલ જવાની જરૂર પડી નથી. તેના માટે અમે વન ડોઝની રીત અપનાવી છે. તેમાં પહેલાં રસીનો અડધો ડોઝ આપ્યો છે, તેના લગભગ એક મહિના બાદ પૂરો ડોઝ આપ્યો છે. એક મહિનાના અંતરાલમાં બે આખા ડોઝ વેક્સીન તરીકે આપ્યા છે.
તેનો ફાયદો એ થશે કે અમે વધુ લોકોને રસી આપી શકીએ છીએ, મને લાગે છે કે આ હકીકતમાં સારા સમાચાર છે કે દુનિયામાં અત્યારે ત્રણ કારગર રસી અંતિમ તબક્કામાં છે. તેમાં એસ્ટ્રાઝેન્કા સિવાય મોડર્ના અને ફાઇઝરની રસી સામેલ છે.
તેમણે કહ્યું કે ઉચ્ચ આવક વર્ગવાળા દેશોમાં મહામારી દરમ્યાન તેની કિંમત 3 ડોલર પ્રત્યે રસી રહેવાની આશા છે. મહામારી બાદ નિમ્ન આવક વર્ગવાળા દેશોમાં કિંમત આટલી જ રહેવાની શકયતા છે. પરંતુ બની શકે છે કે ધનિક દેશોમાં વેક્સીન નિર્માતા થોડોક ફાયદો કમાઇ શકે છે.
એડ્રિયન હિલે કહ્યું કે અમારા વિદ્યાર્થીઓને રસી બનાવતા 10 વર્ષ લાગતા હતા, અત્યારે અમે 10મા મહિનામાં છીએ. આ પહેલી એવી રસી છે જે કેટલીય રીતે અલગ રહી છે. આ વખતે ફંડ લગાવનારાઓએ નિયામક સંસ્થાઓએ, આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ મદદ કરી છે. કેટલીક વખત અમને ક્લિનિકલ પ્રોસેસને ઓવરલેપ કરવાની મંજૂરી મળી છે. લગભગ 270 લોકોએ દિવસ-રાત કામ કર્યું છે. આ સિવાય માત્ર બ્રિટનમાં 19 જગ્યા પર ટ્રાયલ થઇ રહ્યા હતા, બ્રાઝિલમાં 10000 લોકોને રસી અપાઇ ચૂકી છે. દક્ષિણ આફ્રિકામાં પણ પ્રક્રિયા ચાલી રહી છે. અમેરિકામાં 10000 લોકોને રસી અપાઇ છે. કેન્યા એ શરૂઆત કરી દીધી છે. ભારતમાં સીરમ કરી રહ્યું છે.
અમે હજી સુધી ફિનિશિંગ લાઇન સુધી પહોંચ્યા નથી. પરંતુ અમે અંતિમ અડચણ પાર કરી લીધી છે. આવનારા થોડાંક સપ્તાહ સુધી કાગળિયાની કાર્યવાહી થશે, જે ખૂબ જ વ્યસ્ત રહેવાની છે. અમને આશા છે કે અમે વર્ષના અંત સુધીમાં જશ્ન મનાવીશું.