India

વિકાસ દુબેનાં એન્કાઉન્ટરનાં સમાચાર મળતા જ ધ્રુસકે-ધ્રુસકે રડી પત્ની, કહ્યું- ફક્ત એકવાર…

 371 Total Views

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનાં એન્કાઉન્ટરનાં સમાચાર જેવા જ રિચા દુબેને મળ્યા તો તે ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી. જાણકારી પ્રમાણે રિચાને પોલીસ કર્મચારીઓએ નહોતુ જણાવ્યું કે વિકાસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, પરંતુ રિચાને પોલીસ કર્મચારીઓનાં વર્તનથી અહેસાસ થઈ ગયો કે વિકાસનું એન્કાઉન્ટર થઈ ગયું છે. ત્યારબાદ રિચા ધ્રુસકે-ધ્રુસકે રડી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે તે પોલીસ કર્મચારીઓને કહેતી રહી કે બસ એકવાર વિકાસનો ચહેરો જોવા દો.

કૃષ્ણાનગરથી રિચા અને તેના દીકરાને ઝડપ્યા

ગુરૂવાર સાંજે એસટીએફે લખનૌનાં કૃષ્ણાનગરથી રિચા અને તેના દીકરાને ઝડપ્યા હતા. એસટીએફ કાનપુર કોઈ અજાણ્યા સ્થાને રિચા સાથે પુછપરછ કરી રહી હતી. તો વિકાસ દુબે ગુરૂવાર સવારે મધ્ય પ્રદેશનાં મહાકાલેશ્વર મંદિરથી ઝડપાયો હતો. મધ્ય પ્રદેશ પોલીસે વિકાસને યૂપી એસટીએફનાં હવાલે કર્યો હતો. એસટીએફનો કાફલો વિકાસને લઇને કાનપુર આવી રહ્યો હતો.

પિસ્તોલ ઝુંટવીને ભાગ્યો હતો વિકાસ

આ દરમિયાન એસટીએફની એક ગાડી પલટી ખાઈ ગઈ. આ તકનો લાભ લઇને વિકાસે પોલીસ કર્મચારીની પિસ્તોલ ઝુંટવીને ભાગવાનો પ્રયત્ન કર્યો. પોલીસે જ્યારે તેને રોકાવાનું કહ્યું તો તેણે પોલીસની ટીમ પર ફાયરિંગ કરી દીધું. પોલીસની જવાબી કાર્યવાહીમાં વિકાસ માર્યો ગયો. આ એન્કાઉન્ટરમાં નવાબગંજ ઇન્સપેક્ટર રમાકાંત ચૌધરી સહિત ત્રણ લોકો ઘાયલ થયા. ઘાયલોને કલ્યાણપુર સીએચસી મોકલવામાં આવ્યા છે.

રિચાની પુછપરછમાં મળી મહત્વની કડીઓ

પ્રાથમિક સારવાર બાદ પોલીસ કર્મચારીઓને હૈલટ હૉસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. તો વિકાસને હૈલટ હૉસ્પિટલ મોકલવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. જાણકારી પ્રમાણે એસટીએફને રિચા સાથે પુછપરછમાં અનેક મહત્વની કડીઓ જાણવા મળી છે. વિકાસનાં બેંક અને એકાઉન્ટ સંબંધિત જાણકારી પણ મેળવવામાં આવી છે. હવે જોવાની વાત એ છે કે પોલીસ રિચાને વિકાસનો મૃતદેહ જોવા દે છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published.