GUJARAT

ગુજરાતમાં હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે…

 898 Total Views

ગુજરાતમાં હાલ કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે. આજે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ વરસાદની શક્યતા

ગાંધીનગર ખાતે મંગળવારે વેધર વોચ ગ્રૂપની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાહત કમિશનરે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય ન હોઈ અતિભારે વરસાદ થવાની શક્યતા નહીવત છે. પરંતુ મંગળવારે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પણ થઈ શકે છે. આ સિસ્ટમ નબળી પડવાની હોવાથી તારીખ 24 સપ્ટેમબરથી વરસાદ ઘટવાની શક્યતા છે તેમજ 25મી પછી વરસાદ નહીવત છે.

વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કુલ 174 જળાશય હાઈએલર્ટ પર, 7 જળાશય એલર્ટ તથા 6 જળાશય વોર્નિંગ પર છે. છેલ્લા ત્રણ વર્ષનીસરારેશમાં રાજ્યમાં આ વખતે 101.56 ટકા વાવેતર થયું છે.

હવામાન વિભાગના મતે ગુજરાતભરમાં 24 સપ્ટેમ્બરથી વરસાદની શક્યતા છે અને 25 સપ્ટેમ્બરથી વરસાદ નહિવત રહેશે. ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રૂપના વેબિનાર બાદ રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી 43.13 ઈંચ વરસાદ નોંધાયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની સરેરાશ 32.71 ઈંચ કરતાં 131.84 ટકા છે. હાલમાં ગુજરાતમાં કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે.

આ બેઠકમાં કૃષિ વિભાગે જણાવ્યું કે, 21 સપ્ટેમ્બર સુધી અંદાજે 86.22 લાખ હેક્ટર ખરીફ પાકનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 85.57 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરારેશ વાવેતર વિસ્તારની સામે 101.56 ટકા વાવેતર થયું છે.

સિંચાઈ વિભાગે રજૂ કરેલી માહિતી પ્રમાણે સરદાર સરોવર જળાશયમાં 3,19,887 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના 95.75 ટકા છે. રાજ્યના 205 જળાશયોમાં 5,23,431, એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 93.97 ટકા છે. હાલ રાજ્યમાં 174 જળાશય હાઈએલર્ટ પર, 7 જળાશય એલર્ટ પર જ્યારે 6 જળાશયો વોર્નિંગ પર છે.

Leave a Reply

Your email address will not be published.