Bollywood

2020ના વર્ષમાં બોલિવૂડને વધુ એક મોટી ખોટ, ‘શોલે’ના આ મશહૂર અભિનેતાનું થયું મોત

 606 Total Views

2020ના વર્ષમાં આપણે બોલિવૂડના અનેક સિતારાઓન ગુમાવી ચૂક્યા છે. તેવામાં આજે બોલિવૂડથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના લેજેન્ડરી એક્ટર અને કોમેડિયન જગદીપનું 81 વર્ષની વયે નિધન થયું છે. વધતી ઉંમર સાથેની બીમારીઓને કારણે તેઓનું અવસાન થયું છે. તેમ નું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. તેઓનો જન્મ 29 માર્ચ 1929ના રોજ થયો હતો. જગદીપે 400થ પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. તે વર્ષ 1975માં મશહૂર ફિલ્મ શોલેમાં સુરમા ભોપાલીના કિરદાર થકી ખુબ જ ચર્ચામાં આવ્યા હતા.

આ ઉપરાંત ફિલ્મ પુરાના મંદિરમાં મચ્છરનો રોલ અને ફિલ્મ અંદાજ અપના અપનામાં સલમાન ખાનના પિતાના રોલમાં પણ તેઓએ દર્શકોને જબરદસ્ત મનોરંજન પુરૂ પાડ્યું હતું. તેઓએ એક ફિલ્મમાં નિર્દેશન પણ કર્યું હતું જેનું નામ સુરમા ભોપાલી હતું. આ ફિલ્મમાં લીડ રોલ પણ તેઓએ નિભાવ્યો હતો.

જગદીપે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કેરિયરની શરૂઆત 1951માં બીઆર ચોપડાની ફિલ્મ અફસાનાથી કરી હતી. આ ફિલ્મમાં જગદીપે એક બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. જે બાજ પણ તેઓએ અનેક ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું, જેમાં ગુરુ દત્તની આર પાર, બિમલ રોયની દો બીઘા જમીન જેવી શાનદાર ફિલ્મો પણ સામેલ છે.

ફિલ્મ હમ પંછી એક ડાલ કે માં પણ તેઓનાં કામનાં વખાણ થયા હતા. અને ભારતનાં પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ પણ જગદીપના વખાણ કર્યાં હતા. જગદીપના પુત્ર જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં છે.

છેલ્લા 3 મહિનામાં બોલિવૂડના પાંચ સિતારાઓ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યા છે. એપ્રિલ મહિનામાં ઈરફાન ખાન અને ઋષિ કપૂરનું અવસાન થયું હતું. જે બાદ જુન મહિનામાં સુશાંત સિંહ રાજુપૂતે આત્મહત્યા કરી લીધી હતી. અને થોડા દિવસો પહેલાં જ કોરિયોગ્રાફર સરોઝ ખાનનું નિધન થયું હતું.

Leave a Reply

Your email address will not be published.