783 Total Views
અમૂલે સૌપ્રથમ વખત હળદર, મરી, મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસક્રીમ રજૂ કર્યો છે, જેમાં ખજૂર, બદામઅને કાજુ પણ પુષ્કળ પ્રમાણમાં હશે.
દુનિયા જ્યારે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરી રહી છે ત્યારે અમૂલ દ્વારા લોકોને આ મહામારીમાંથી ઉગારવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. લોકો આયુર્વેદની સહાયથી અને ખાસ કરીને તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને રોગ પ્રતિકારક શક્તિ ઉંચી રાખવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. તેનાથી કોવિડ-૧૯ના જોખમ ઉપરાંત અન્ય રોગોના જોખમ પણ ઓછા થશે.
દેશભરના ગ્રાહકોને રેડી ટુ ડ્રીન્ક વિકલ્પો પૂરા પાડવા માટે અમૂલે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા પીણાની રેન્જ તરીકે અમૂલ હલ્દી દૂધ, અમૂલ તુલસી દૂધ, અમૂલ જીંજર દૂધ અને અમૂલ અશ્વગંધા દૂધ રજૂ કરેલ છે.આ ઉપરાંત ગ્રાહકોને વધુ આનંદ મળે તે હેતુથી અમૂલની ઈમ્યુનિટી બુસ્ટર રેન્જને આઈસક્રીમ કેટેગરીમાં પણ વિસ્તારવામાં આવી છે. અમૂલે સૌ પ્રથમ વખત હળદર, મરી, મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસક્રીમ રજૂ કર્યો છે, જેમાં ખજૂર, બદામ અને કાજુ પણ પુષ્કળ પ્રમાણમાં હશે.
હલ્દી આઈસક્રીમમાં આ તમામ જાદુઈ તત્ત્વોનો આનંદપ્રદ સમન્વય છે અને તેમાં ભરપૂર આઈસક્રીમ પણ છે. આ પ્રોડક્ટ છેડછાડ થઈ શકે નહીં તેવા ૧૨૫ એમએલના કપ પેકીંગમાં રૂ. ૪૦માં ઉપલબ્ધ છે. હલ્દી આઈસક્રીમને ઉત્તર અને પશ્ચિમ ભારતના દૈનિક ૫,૦૦,૦૦૦ પેકની ક્ષમતા ધરાવતા અદ્યતન ઉત્પાદન એકમમાં પેક કરવામાં આવ્યો છે. રોગ પ્રતિકારક દૂધ અને મિલ્ક રેન્જનો સંદેશો પ્રસરાવવાના હેતુથી અમૂલે ટી.વી. અને પ્રિન્ટ મિડીયામાં દેશવ્યાપી પ્રચાર ઝુંબેશ હાથ ધરી છે.