859 Total Views
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં રહસ્યની તપાસ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) સુધી પહોંચી છે. ગુરુવારે મોડી સાંજે સીબીઆઈની ટીમ મુંબઈ પહોંચી હતી. તપાસ માટે સીબીઆઈએ 10 સભ્યોની SIT બનાવી છે, જેને 3 ટીમોમાં વહેંચવામાં આવી છે.
તાજેતરમાં જ સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેનાથી લોકો વિચારવા લાગ્યા હતા. તેની પોસ્ટ જોયા પછી, યૂઝર્સ અનુમાન કરી રહ્યા છે કે અંકિતાએ આ પોસ્ટ દ્વારા રિયા ચક્રવર્તીને પાઠ ભણાવ્યો છે.
સુશાંતના મૃત્યુ પછી સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહેલી અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં એક કાગડો એક મહિલાની સામે જોવા મળી રહ્યો છે. પોસ્ટમાં લખ્યું છે- ‘મહિલાઓને ઘણી બાબતો સાચવવાનું શીખવવામાં આવે છે, જેથી તેઓ યોગ્ય અને ખોટા નિર્ણય કરી શકે. તેથી જ મેં મારી જાતને અનન્ય અનોખી અને શક્તિશાળી બનાવવાનું પસંદ કર્યું છે. અને આ સાચું છે ‘. આ પોસ્ટ શેર કરતી વખતે તેણે કેપ્શન આપ્યું – અહીં અનોખું અને શક્તિશાળી થવા માટે…