559 Total Views
આણંદ – : ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ધો. ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં રાજયના સફાઇ કામદાર અને તેમના આશ્રિત બાળકોને એક થી ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓને ઇનામ/પ્રશસ્તિ પત્રથી પ્રોત્સાહિત કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજના અંતર્ગત આણંદની શારદા હાઇસ્કૂલમાંથી માર્ચ-૨૦૨૦માં લેવાયેલ ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં તૃતિય ક્રમે ઉત્તીર્ણ થયેલ શ્રી પ્રથમ દિનેશભાઇ વાઘેલાને જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલના હસ્તે તાજેતરમાં કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, આણંદ ખાતે રૂા. ૧૧,૦૦૦/-નો ચેક અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આણંદના અનુસૂચિત જાતિ કલ્યાણના ઇન્ચાર્જ નાયબ નિયામક અને ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ, આણંદના મદદનીશ જિલ્લા મેનેજર હાજર રહ્યા હોવાનું આણંદના ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના ઇન્ચાર્જ જિલ્લા મેનેજર શ્રી એ. કે. શેખએ એક યાદી દ્વારા જણાવ્યું છે.