GUJARAT Kheda (Anand)

આણંદ જીલ્લામાં ૩૯૫ કેસ, નવા સાત કેસ

 1,059 Total Views

આણંદ શહેર સહિત જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જુદા જુદા ગામોમાંથી કેસો મળી રહ્યા છે.

જેને લઈને આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્ર ચિંતિત જણાઈ રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણના પગલે મૃત્યુઆંક વધી જવા પામ્યો છે. નોનકોવીડમાં અત્યાર સુધી ૩૦ થી વધુના મોત નીપજ્યા છે. આણંદ શહેરમાં આજે પણ નવા બે કેસ મળ્યા છે.

જ્યારે અન્ય પાંચ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યા છે. આણંદના બાકરોલ ગામે રહેતા હરીશભાઈ આર. પેટલ ઉ.વ. ૬૧ તથા અજરપુરા ગામે રહેતા વાસુદેવ મનુભાઈ પ્રજાપતિ ઉ.વ. ૪૮, પેટલાદના નાર ગામે રહેતા મહેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પંડીત ઉ.વ. ૪૮, ગીરીશભાઈ નારાયણભાઈ શર્મા ઉ.વ. ૫૫ રહે. બોરસદ, ઈન્દ્રવદનભાઈ અમરતલાલ શેઠ ઉ.વ. ૭૦ રહે. બોરસદ, હાફીઝાનીશા બીસ્મીલ્લાખાન પઠાણ ઉ.વ. ૫૪ રહે. ખંભાત, હેમાબેન હરેશભાઈ પટેલ ઉ.વ. ૪૮ રહે. ખડોલ તા. આંકલાવના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

આમ અત્યાર સુધી જીલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. કુલ આંક ૩૯૫ એ પહોંચ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધે નહી તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને ગામડાની પ્રજાને કોરોના સંક્રમણના નિયમોનું પાલન કરી શક્ય હોય ત્યાં સુધી ગામમાં ટોળે વળીને બેસવું નહી અને સામાજીક કે ધાર્મિક પ્રસંગોમાં જવાનું ટાળવા અનુરોધ કરવામાં આવે છે.

નડિયાદ ખેડા જીલ્લામાં પણ સતત કેસ વધી રહ્યા છે. ખેડા જીલ્લામાં અત્યાર સુધી આંક ૫૦૦ ની નજીક પહોંચ્યો છે. જાેકે આણંદ જીલ્લા કરતા ખેડા જીલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે. ખેડા જીલ્લામાં સૌથી વધુ કેસ નડિયાદ શહેરમાંથી મળી રહ્યા છે. અત્યાર સુધી કુલ આંક ૪૯૦ સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં ખેડા જીલ્લામાં ૯૩૪૮ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૮૬૩૨ નેગેટીવ આવ્યા છે અને ૨૭૬ રીપોર્ટ પેન્ડીંગ રહ્યા છે.

ખેડા જીલ્લામાં અત્યાર સુધી શંકાસ્પદ દર્દીઓમાં ૧૦૫૩ ને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૦૩૨ ને રજા આપવામાં આવી છે. હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. આણંદ જીલ્લામાં પણ વિપરીત પરિસ્થિતિ હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં કચાસ દાખવવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં ૮૩૪૦ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાયા છે જેમાંથી ૭૯૫૨ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.