GUJARAT

બોદાલના બસ સ્ટેન્ડ પાસે લાખોનો વિદેશી દારૂ ભરેલું આઈસર ઝડપાયું

 640 Total Views

– બોરસદ પોલીસે ચાલક સહિત 2 શખ્સો સામે ગુનો નોંધી રૂા. 10.13 લાખનો મુદ્દામાલ કબજે લીધો

આણંદ : આણંદ જિલ્લાના બોદાલ ગામના બસ સ્ટેન્ડ પાસે પોલીસે બાતમીનાં આધારે એક શંકાસ્પદ આઈશરની તલાસી લેતા ટ્રકમાં ચણાના ફોતરા અને દાણના મીણીયાની આડમાં સંતાડેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો સહિત રૂા. ૧૦.૧૩ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો અને ટ્રકના ચાલક સહિત બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસે બાતમીના આધારે બોદાલ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી શંકાસ્પદ આઈશર પસાર થતા ટીમે તેને રોકી તલાશી લેતા તેમાં દાણના મિણીયા અને ચણાના ફોતરના કોથળાની આડમાં સંતાડેલો ૩૪૮ બોટલ દારૂ, વ્હીસ્કીની ૩૧૨ બોટલ અને બિયરના ટીન સહિત ૩ લાખથી વધુનો દારૂ કબજે લીધો હતો અને ટ્રકના ચાલક સંગરામભાઈ રતનભાઈ ભાંભોર રહે મોટી ખરજ માલ ફળિયું તા. દાહોદની અટકાયત કરી આઈસર, દારૂ, રોકડ સહિત ૧૦.૧૩ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આઈશરમાં દારૂનો જથ્થો ભરી આપનાર મનીષ નામના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.