GUJARAT Kheda (Anand)

ડાકોરના કૃષ્ણ ભંડારામાં થી અનાજ- કરિયાણું ગાયબ થવા અંગે પોલીસમાં અરજી કરાઇ

 838 Total Views

સ્ટોકની ચકાસણી બાદ લાખોનો જથ્થો ઘટ્યો હોવાનું ઓડિટ રિપોર્ટ ડાકોરના કષ્ણ ભંડારમાંથી અનાજ- કરિયાણા ગાયબ થવા અંગે પોલીસમાં અરજી કરાઇ..

પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોરના એક જાગૃત નાગરિક ચિરાગકુમાર સેવકે રણછોડરાયજી મંદિર ના કૃષ્ણ ભંડારમાં ગેરરીતિ થઈ હોવાની. અરજી પોલીસ મથકમાં આપે છે. આ અરજી સાથે ફરિયાદ અંગેના દસ્તાવેજો તથા ઓડીટ રીપોર્ટ પણ આપવામાં આવ્યા છે. જેમાં મંદિર કૃષ્ણ ભંડારમાંથી અનાજ કરિયાણાની મસમોટી ઘટ થઇ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ બાબતે ઓડિટર દ્વારા મંદિરના ભંડારમાં આવેલ અનાજ,કરિયાણા, ઘી તેલ,વગેરે સ્ટોકની ફીઝીકલ ચકાસણી કરવામાં આવતા લાખો રૂપિયાના જથ્થાની ઘટ થઇ હોવાનું પણ ઓડીટ રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.

પરંતુ આ અંગે કોઈ તપાસ કે ખુલાસો થયો ન હોવાથી ફરિયાદી ચિરાગકુમાર સેવક ડાકોર પોલીસ મથકમાં આ અંગેની તપાસ કરીને ગુનેગારો સામે ફરિયાદ નોંધવાની રજુઆત કરવામાં આવી છે. આથી આ ઘટના સ્થાનિકોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

આ અંગે ડાકોર : પી.એસ.આઈ.એમ.એમ. જુજાનો, ટેલિફોનિક સંપર્ક સાધવા તેમણે જણાવ્યુ હતુ કે આ બનાવમાં બિન નાણાકીય ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે સામાવાળાને જવાબ લેવા માટે બોલાવ્યા છે, જવાબ નોંધાઈ ગયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

આ અંગે ઓડિટર નિલેશભાઈ શાહ નો સંપર્ક સાધવા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ફોન પર જવાબ નહીં આવી શકાય. તમારે જે કંઈ જાણવું હોય તે મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ જોષી સાથે સંપર્ક કરવો. છે વધુમાં આ અંગે ટ્રસ્ટી બિરેન ભાઇ પરીખ નો સંપર્ક સાધવા તેમના અન્ય કામમાં હોવાથી પછીથી સંપર્ક કરવા જણાવ્યું હતું. અને ટ્રસ્ટી ભરતભાઇ જોશી નો સંપર્ક સાધી તેમણે પણ જવાબ આપવાનું ટાળ્યું હતું.

અને પછી વાત કરજો તેમ કહી ફોન કટ કરી દીધો હતો. જ્યારે ડાકોરના સ્થાનિક ટ્રસ્ટી અજયભાઈ તામ્બેકર નો સંપર્ક સાધવા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે મને કોઇ જાણ નથી…

Leave a Reply

Your email address will not be published.