NRI

મેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે

 666 Total Views

મૂળ ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની અને છેલ્લા 65 વર્ષથી અમેરિકા રહેતા કડવા પટેલ જ્ઞાતિના એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે.

વડોદરાના માજી સરપંચ બટુકભાઈ અને એમી બેરાના કુટુંબી લાલજી બાપાએ જણાવ્યં હતું કે, બાબુભાઈ 65 વર્ષ પૂર્વે અમેરિકા ગયા હતા. તેઓ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમીન પણ ઘરાવે છે અને 3 ઓરડાનું મકાન પણ છે.

કૌટુંબિક કે ગામના સારા પ્રસંગોમાં હાજરી આપે છે. વાડોદર ગામમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડીમાં તેમનું આર્થિક યોગદાન પણ મોટું છે. નાના સરખા ગામમાંથી નીકળી અમેરિકામાં સતત બે વાર સાંસદ તરીકે ચૂંટાઈ તે બાબત ગૌરવવંતી ગણાવાઈ રહી છે.

સાતમા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાથી ડેમોક્રેટ ઉમેદવાર 55 વર્ષીય એમી બેરાએ બજ પેટરસનને હરાવી અમેરિકન સંસદમાં સંસદસભ્ય તરીકે ચૂંટાતા વાડોદર સહિત ગુજરાત સહિત દેશના લોકો દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.