Bollywood India

મહાનાયક / અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

 1,100 Total Views

મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું.

આ અગાઉ પણ 77 વર્ષિય અમિતાભ બચ્ચનને અનેક વખત રુટીન ચેક અપ માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

જેવી જ ખબર આવી કે બીગ બીના ફેન્સમાં એક હતાશા છવાઈ ગઈ છે. લોકો તેની સારા સ્વાસ્થયની પ્રાર્થના કરી રહ્યા છે. ટિપ્પણી કરીને તે જલ્દી સારા થઈ ઘરે પરત ફરે એવી અભ્યર્થા સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે.

બિગ બી પાસે હાલમાં પૂર્ણ કરવા માટેના ઘણા પ્રોજેક્ટ્સ છે. અમિતાભની આવનારી ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તેમાં ચેહરે, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાય, ઝુંડ અને Uyarndha Manithanનો સમાવેશ થાય છે. ફિલ્મ ઠગ્સ ઓફ હિંદુસ્તાનના શૂટિંગ દરમિયાન પણ બિગ બીની તબિયત લથડી હતી. આ બધા સિવાય અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની શૂટિંગ પણ કરી રહ્યા હતા. તેણે શોના પ્રોમો વીડિયો શૂટ કર્યા હતા અને એપિસોડના શૂટિંગની તૈયારી ચાલી રહી હતી.

હાલમાં જ અમિતાભ બચ્ચને અભિનેતા જગદીપના નિધન પર એક બ્લોગ લખ્યો હતો. તેણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, “ગઈકાલે રાત્રે આપણે એક વધારે નગીનો ગુમાવી દીધો. હાસ્ય અભિનયની અનોખી ભાવના ધરાવતો કલાકાર જગદીપ. તેણે પોતાની એક ખૂબ જ અનોખી શૈલી વિકસાવી હતી. મને તેની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. જે પ્રેક્ષકોને સૌથી વધુ યાદ છે તે શોલે અને શંહેનશાહમાં તેનું કામ”

Leave a Reply

Your email address will not be published.