Bollywood

કોરોના મહામારી વચ્ચે IPLની 13મી સીઝન દુબઇ માં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલેવન પંજાબ ની માલિક અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે.

 971 Total Views

કોરોના મહામારી વચ્ચે IPLની 13મી સીઝન દુબઇ (Dubai) માં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલેવન પંજાબ (Kings XI Punjab)ની માલિક અને અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો (Video) શેર કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ (Dubai) પહોંચ્યા પહેલાંથી લઈને 20 ઓક્ટોબર સુધી 20 વખત કોરોના ટેસ્ટ (Corona Test) કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ (Nagative) જ આવ્યું છે.

પ્રીતિ 15 સપ્ટેમ્બરથી UAEમાં છે. પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે IPL બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ 6 દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર 4 દિવસે કોવિડ ટેસ્ટ (Corona test) થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે. મારા જેવા લોકો માટે આ અઘરું છે પણ હું બધા વોરિયર્સનો આભાર માનું છું જેને કારણે મહામારી વચ્ચે IPLનું આયોજન થયું છે.

બબલી ગર્લના નામથી ફેમસ પ્રીતિ આ સીઝન દરમ્યાન સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢતી પણ દેખાઈ હતી. જ્યારે તેણે દિલ્હી સાથે થયેલી મેચમાં અમ્પાયરિંગ પર ટ્વીટ કર્યું હતું. 21 સપ્ટેમ્બરે તે ટ્વીટ કરવા સુધીમાં પ્રીતિએ 5 વખત કોવિડ ટેસ્ટ કરાવ્યા હતા. આ વાત લખીને તે બોલી હતી કે એક શોર્ટ રને મને કોવિડ ટેસ્ટથી ઘણી વધુ તકલીફ આપી.

Leave a Reply

Your email address will not be published.