International

ટ્રમ્પના આ તમામ કાર્ય બાઇડેન પ્રશાસન માટે પડકારજનક સાબિત થઇ શકે છે, એવામાં તેમણે વધુ શક્તિશાળી ચીન સામે બાથ ભીડવી પડશે.

 621 Total Views

ડોનાલ્ડ ટ્રમ્પ  અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી માં જો બાઇડેન ના હાથે મળેલી કારમી હારને ઇચ્છીને પણ ભૂલાવી શકશે નહીં. આ જ કારણ છે કે મતગણતરીમાં બાઇડેનને નિર્ણાયક બઢત મળવા છતાંય હજુ સુધી ટ્રમ્પે પોતાની હાર સ્વીકારી નથી. હવે આશંકા વ્યકત કરાય રહી છે કે 20 જાન્યુઆરી સુધી પોતાના બાકી બચેલા કાર્યકાળ દરમ્યાન ટ્રમ્પ કેટલાંક એવા નિર્ણય લઇ શકે છે જે નવા રાષ્ટ્રપતિ જો બાઇડેન માટે માથાનો દુ:ખાવો સાબિત થશે.

નિષ્ણાતોએ વ્યકત કરી ટ્રમ્પ પર આશંકા

અમેરિકન દૂતાવાસની તરફથી ચીન સાથે ટ્રેડ નેગોશિએશન કરનાર ટીમના સભ્ય અને જ્યોર્જટાઉન યુનિવર્સિટીના ફેલો જેમ્સ ગ્રીન એ કહ્યું કે મને લાગે છે કે ટ્રમ્પ 20 જાન્યુઆરીની પહેલાં એવી કોઇ શરારત કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે ટ્રમ્પ પ્રશાસને કયારેય કોઇ માપદંડ બનાવ્યા નથી. એવામાં સહકારી હેન્ડઓવર પ્રક્રિયાઓના સંદર્ભમાં મને આ વાતની ચિંતા સતાવી રહી છે.

ટ્રમ્પને નિર્ણય માટે સેનેટની મંજૂરીની જરૂર નથી

હોંગકોંગના સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે અમેરિકાની વિદેશ નીતિમાં ટ્રમ્પ જ્યારે ઇચ્છે ત્યારે એક્ઝિક્યુટિવ ઓર્ડર કે એજન્સી રૂલ મેકિંગના મતે પરિવર્તન કરી શકે છે. તેના માટે તેમને સેનેટની મંજૂરી પ્રાપ્ત કરવાની અડચણ નથી. તેના દ્વારા ટ્રમ્પ બેઇજીંગની વિરૂદ્ધ કોઇપણ મોટો નિર્ણય લઇ શકે છે.

ચીનની વિરૂદ્ધ ટ્રમ્પ શું નિર્ણય લઇ શકે છે?

આ સિવાય ટ્રમ્પ શિનજિયાંગમાં ઉઇગુર મુસલમાનોના નજરકેદ અને નરસંહાર માટે ચીનને દોષિત ગણાવી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના થોડાંક દિવસ પહેલાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયન એ ચીનની ઉપર શિનજિયાંગમાં નરસંહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય ટ્રમ્પ ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીઓના વીઝા પર પ્રતિબંધ મૂકી શકે છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2022માં ચીનમાં થનાર વિન્ટર ઓલિમ્પિકમાં સામેલ ના થવા માટે અમેરિકન એથલિટોને આદેશ આપવાનો પ્રયાસ કરી શકે છે.

ટ્રમ્પ માટે લેવામાં આવેલ એકશન બાઇડેન પર ભારે પડશે

ટ્રમ્પે પહેલાં જ ચીનથી કેટલીય વસ્તુઓની આયાત પર તગડી ટ્રેડ ડયૂટી લગાવી ચૂકયું છે. ચીની એપ ટિકટોક અને વીચેટ પર પ્રતિબંધ પણ તેના કાર્યકાળમાં જ લાગ્યો હતો. ટ્રમ્પે જ ચીનની હુવેઇ ટેકનોલોજીના 5જી નેટવર્ક પર સૌથી પહેલાં પ્રતિબંધ મૂકયો. ત્યારબાદ બ્રિટેન અને કેનેડાએ પણ હુવેઇ પર પ્રતિબંધ મૂકયો હતો. ટ્રમ્પના આ તમામ કાર્ય બાઇડેન પ્રશાસન માટે પડકારજનક સાબિત થઇ શકે છે. એવામાં તેમણે વધુ શક્તિશાળી ચીન સામે બાથ ભીડવી પડશે.

ચીનની વિરૂદ્ધ અમેરિકન લોકોની નકારાત્મક ધારણા વધી

પ્યૂ રિસર્ચ સેન્ટરના મતે 73 ટકા અમેરિકનોનો ચીન અંગે નકારાત્મક દ્રષ્ટિકોણ છે. જાન્યુઆરી 2017થી ટ્રમ્પના અમેરિકન રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદથી અમેરિકન લોકોના મનમાં ચીનને લઇ ખાસ્સી નકારાત્મક વિચારસરણી જોવા મળી છે. આ જ કારણ છે કે અમેરિકાએ લગભગ 20 વર્ષથી આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ પૂર્વ તુર્કિસ્તાન ઇસ્લામિક મુવમેન્ટને બહાર કરી દીધું.

Leave a Reply

Your email address will not be published.