802 Total Views
કાનપુરના બેકનગંજમાં રહેતી 55 વર્ષીય અલીમુન્નિસાને 23 ઓક્ટોબર 2019ના રોજ ટ્રાવેલ એજન્ટે વિઝિટર વિઝા દ્વારા નોકરી માટે ઓમાન મોકલવામાં આવ્યા હતા. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તેમણે ત્યાં બે નાના પુત્રો અને એક વૃદ્ધ મહિલાની સંભાળ રાખવાની છે. તેના બદલામાં ભારતીય કરન્સીમાં 16 હજાર રૂપિયા અને જમવાનું અને રહેવાની સુવિધા મફત રહેશે.
પરંતુ ઓમાન પહોંચ્યાના થોડા જ દિવસો પછી અલીમુન્નિસા પર કહેર વરસવો લાગ્યો.. નાની નાની વાતો પર અમાનુષી માર મારવામાં આવી રહ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે, ઓમાનના મસ્કત શહેર પહોંચ્યા પછી તેને ત્યાં બીજા એજન્ટને વેચી દેવામાં આવી અને એજન્ટે તેને ફાતિમા નામની મહિલાને સોંપી દીધી હતી.
અલીમુન્નિસાના જણાવ્યા અનુસાર, ઓમાનમાં ફાતિમા નામની મહિલા તેની સાથે જાનવરો જેવું વર્તન કરતી હતી. તેની સાથે મારપીટ કરવામાં આવતી હતી અને તેનું શોષણ પણ કરવામાં આવતું હતું. ફાતિમા મને કોઈ બીજા વ્યક્તિના હવાલે કરવા માંગતી હતી, તેના માટે ફાતિમાએ કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા પણ લઈ લીધા હતા. આ તમામ વાતો વચ્ચે કોઈપણ રીતે ભારતમાં મારા પુત્ર મોહસિન સાથે સંપર્ક કર્યો અને તમામ હકીકત જણાવી હતી.
ભારતીય હાઈકમિશનર પાસે મદદ માંગી
માતાની હાલતની જાણકારી મેળવીને મોહસિન તડપી ઉઠ્યો અને તેના પરિવારજનોને ઘટનાની સઘળી માહિતી જણાવી હતી. તે પોતે ઓમાન જવાનું વિચારવા લાગ્યો, પરંતુ પરિવારજનોના કહેવાના કારણે તેને સૌથી પહેલા સરકાર પાસે મદદની માંગણી કરી હતી. મોહસિનને માતાને છોડાવવા માટે વિદેશ મંત્રાલય, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને ઓમાનમાં માતાને વેચવાની વાત જણાવી હતી. આ ઘટનાક્રમ વચ્ચે ઓમાનમાં વિજય લક્ષ્મી નામની સમાજસેવિકાએ પણ માતાને ભારતીય હાઈકમિશનર સુધી પહોંચવા માટે મદદ કરી હતી. ત્યાં સંપર્ક કર્યા પછી અલીમુન્નિસાને શેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી.
પુત્રના કારણે આજે હું જીવિત છું
પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજ મળ્યા પછી તેને મસ્કટથી 25 ઓગસ્ટે લખનઉ મોકલવામાં આવી હતી, ત્યાંથી તેઓ કાનપુર આવી ગયા. ઓમાનથી પાછી ફરેલી મહિલાએ પોતાની સાથે થયેલા જુલ્મો વિશે દર્દનાક વાતો જણાવી હતી.
જ્યારે હવે ભારત પાછી ફરેલી પીડિતા કેન્દ્ર સરકારથી લઈને વિદેશ મંત્રાલય સુધી ધન્યવાદ પાઠવી રહી છે અને જણાવી રહી છે કે જો સરકાર અને વિદેશ મંત્રાલયની સાથે મારા પુત્રએ મને ભારત ન બોલાવી હોત તો આજે હું જીવિત ના હોત.