નાના બાળકો જ્યારે રમતાં હોય ત્યારે તેમનાં પર ખાસ નજર રાખવી જરૂરી છે. કેમ કે, રમત રમતમાં બાળકને ધ્યાન ન હોય અને તે મોટી મુસિબતમાં ફસાઈ શકે છે. આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જેમાં રમત રમતમાં એક વર્ષની બાળકનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. જે બાદ સર ટી હોસ્પિટલનાં ડોક્ટરોએ મહામહેનતે માથું બહાર કાઢ્યું હતું.
ભાવનગરની પિછલા શેરીમાં રહેતા 1 વર્ષીય પ્રિયાંશી ધાર્મિકભાઈ વાળા ઘરમાં રમતા-રમતાં તેનું માથું કૂકરમાં ફસાઈ ગયું હતું. કૂકરમાં માથું ફસાઈ જતાં માતાપિતા પણ મુંઝવણમાં મુકાયા હતા. બાળકીનું માથું બહાર કાઢવા માટે બંને જણાએ ધણા પ્રય્તનો કર્યા. તેમ છતાં બાળકનું માથું કૂકરમાંથી બહાર નીકળી શક્યું ન હતું. જે બાદ બાળકીને તાત્કાલિક સર ટી હોસ્પિટલ લાવવામાં આવી હતી.
સર ટી હોસ્પિટલમાં ફરજ પરના બાળરોગના ડોકટર, ઓર્થોપેડિક વિભાગના ડોકટર અને નર્સિંગ સ્ટાફે મહા મહેનત તે બાળકના માથામાંથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા, આ દરમ્યાન બાળરોગ વિભાગના ડોકટર દ્વારા બાળકના વાયટલસ જેવાં કે પલ્સ, ઓકસીજન લેવલ તમામનું સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. સર ટી. હોસ્પિટલના ડોકટરોની મહેનત રંગ લાવી અને બાળકીનું માથું બહાર કાઢવામાં સફળતા મળી હતી
984 Total Views ઢબુડી માતા’ ઉર્ફે ધનજી ઓડ ફરી ચર્ચામાં, CORONAમાં ઘર બહાર ભીડ ભેગી કરી, કરાઈ અટકાયત. લોકોએ એક સાથે ભેગા થવા પર પ્રતિબંધ છે, છતાં શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બંગલા બહાર મોટી સંખ્યામાં લોકો તેના ઘરની બહાર ભેગા થયા. પ્રણવ પટેલ, અમદાવાદ : લોકોને માતાના નામે છેતરનાર ઢોંગી ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ […]
1,050 Total Views વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,34,309 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 15,56,285 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો. મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે સાડા દસ વાગ્યે ગાંધીનગરના સેક્ટર આઠમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો. મુખ્યમંત્રી […]
1,193 Total Views ગુજરાતમાં વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે. આજે મહત્વપૂર્ણ 5 વિધેયક પસાર થવાના છે. તેની સાથે આજે રાજ્ય સરકારે છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં રાજ્યમાં ચાલતી પરિસ્થિતિનો સચોટ ચિતાર આપવામાં આવ્યો હતો. કેગના અહેવાલમાં રાજ્યની નાણાંકીય સ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો છે. વર્ષ 2018-19માં રૂપિયા 3212 કરોડની મહેસૂલી […]