GUJARAT

અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલની 3 મિનિટ 41 સેકન્ડની ઓડિયો ક્લિપ વાઇરલ, કેદીએ તંત્રની ઘોર ખોદી નાંખી…

 570 Total Views

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાથી ૫૪ કેદીઓ અને સ્ટાફ સંક્રમિત થયો છે ત્યારે કેદીઓને આઇસોલેશનમાં રાખવા મુદ્દે ૩ મિનિટ ૪૧ સેકન્ડની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. એક કેદીએ આ ઓડિયો ક્લિપમાં કોરોનાગ્રસ્ત થઈ પરત આવતા કેદીઓને એક નાની ખોલીમાં આઇસોલેશનમાં રહેવું પડે છે અને નિયમ મુજબ બહાર આવી ફોન કરવા બે કેદીઓ પાસે રૂ.૫ હજારનો વહીવટ કરવો પડતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે.

આ ઓડિયો ક્લિપમાં પોતાનું નામ જણાવ્યા વિના કેદી કહે છે કે, પોતે કોરોનાગ્રસ્ત થઈ સિવિલમાં દાખલ થયો હતો અને નેગેટિવ થયા બાદ જેલમાં ૩૨ દિવસ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. ૧૦ બાય ૧૦ની ખોલીમાં ત્રણથી ચાર કેદીઓને રાખવામાં આવે છે. એક જ બાથરૂમ છે જ્યાંથી પીવાનું પાણી ભરવું પડે છે. તેમજ નાહવા માટે ડોલ કે ટબ, પીવાના પાણીની કે માટલાંની વ્યવસ્થા નથી. ટીવી કે રેડિયોની સુવિધા નથી.

ડોક્ટરોની જગ્યાએ નર્સ કે ઓર્ડરલી પોલીસ દવાનું પૂછવા આવે છે. જેલર દ્વારા કોઈ રાઉન્ડ લેવામાં આવતા નથી. ૩૨ દિવસ સુધી કોઈને ફેન કરવા દેવામાં આવતા નથી. સિવિલ હોસ્પિટલમાંથી રજા લઇ જ્યારે જેલમાં આવીએ છીએ ત્યારે અશક્તિ હોય છે અને ઇમ્યુનિટી ઓછી હોય છે. જેલમાં આઇસોલેશનમાં આવીએ ત્યારે આવી માનસિક પરિસ્થિતિઓની સામનો કરવો પડે છે. સરકાર તરફ્થી જેલમાં દર્દીઓ માટે જે ડાયટ ખોરાક મળવો જોઈએ તે પણ મળતો નથી. જો ડાયેટ ખોરાક મળે તો શરીર જલદી રિકવર થાય.

આ કેદીએ ઓડિયો ક્લિપમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, આઇસોલેશનમાંથી રોજ ૧ કલાક માટે બહાર નીકળવા મળે છે. પરંતુ બહાર નીકળવા માટે પણ વહીવટ કરવા પડે છે. બહાર નીકળી પાંચ મિનિટ માટે ફેન પર વાત કરવી હોય તો અઠવાડિયામાં રૂ.૫ હજારનો વ્યવહાર કરવો પડે છે. જે અહીં કામ કરતા પાકા કામના કેદી વિજય અને પરેશ નામનો કેદી વહીવટ કરે છે.

જેલ મેન્યુઅલ પ્રમાણે મેડિકલ ડાયેટ ખોરાક ફેલો કરવામાં આવે તો દર્દી જલદીથી રિકવર થઈ શકે. એક ખોલીમાં એક જ વ્યક્તિને રાખવામાં આવે જેથી અન્ય જો કોઇમાં ચેપ રહી ગયો હોય તો ફ્રીથી ન ફેલાય.

જેલમાં મોબાઈલ પ્રતિબંધિત છે. તેમ છતાં આ કેદીએ ઓડિયો ક્લિપ વાઇરલ કરી છે. તેથી મોબાઈલ ક્યાંથી આવ્યો તે પ્રશ્ન છે. જો ઘટના સાચી હોય તો કેદીઓ માટે મુશ્કેલી છે.

Leave a Reply

Your email address will not be published.