896 Total Views
ખેડા જિલ્લાના ડાકોર નજીક આવેલા આગરવા ગામ પાસે જોરાબંધ ગામની સીમમાં કેનાલ પર કપડાં ધોઈ રહેલી મહિલા કેનાલના પાણીમાં તણાઈ જતા આજે સવારે સારસા-ખંભોળજ રોડ પર આવેલી કેનાલમાંથી તેણીના મૃતદેહ મળી આવ્યો હતો.
જોકે આ બનાવમાં મહિલા ભાઈ મહિલા માથામાં પથ્થર મારી ઈજાઓ કરી કેનાલમાં ફેંકી દઈ મહિલાની હત્યા કરાઈ હોવાનું પોલીસને જણાવ્યું છે. જેથી પોલીસે હાલમાં મહિલા મૃતદેહનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે
મળતી વિગતો અનુસાર આગરવાના જોરાબંધ ગામે રહેતા શકુબેન રામા ભાઈ તળપદા ઉ.વ.૫૦ ગઈ કાલે સવારે આઠ વાગ્યાના સુમારે ગામની સીમમાં આવેલ કેનાલના પર બેસી કપડા ધોઈ રહ્યા હતા. ત્યારે તેઓ કોઈક રીતે કેનાલમાં પડી તણાઈ જતા આ બનાવ અંગે સ્થાનિક લોકોએ ડાકોર પોલીસને જાણ કરતા પોલીસે કેનાલમાં મહિલા શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો.
આજે સવારે આઠ વાગે સારસા-ખંભોળજ માર્ગ પર કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ખંભોળજ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સારસાની હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને ત્યાંથી મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમ માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી.