682 Total Views
ભારત અને ચીન સરહદ વિવાદમાં ચીની સેના પીછેહઠ થતા તંગદિલીમાં ઘટાડો થયો છે. પરંતુ હાલ પણ દેશમાં ચીની માલસામાનને લઈ બહિષ્કારની માગ યથાવત છે. ત્યારે હવે આ સ્થિતિ વચ્ચે ચીનને લઈ એક મોટા સમાચાર આવ્યા છે. ચીનની કેન્દ્રીય બેંક પીપલ્સ બેંક ઓફ ચાઈના(પીબીઓસી) એ ભારતની HDFCમાં પોતાની અમુક હિસ્સેદારી વેચી દીધી છે. શેરબજારમાં આપવામાં આવેલ માહિતીમાં આ અંગે ખુલાસો થયો છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ભારત અને ચીન વચ્ચેના તણાવ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પીબીઓસીએ HDFCમાં જૂનના અંતે પોતાની હિસ્સેદારીને એક ટકાથી પણ ઓછી કરી દીધી છે. જ્યારે માર્ચના અંત સુધી ચીની બેંક પાસે HDFCના કુલ 1.01% શેર્સ હતા. એટલે કે લગભગ કુલ 1.75 કરોડ શેર્સ હતા. જો કે, પીબીઓસીની HDFCમાં હવે કેટલી હિસ્સેદારી છે અને કંપનીએ કુલ કેટલા શેર વેચ્યા છે? તે અંગેની માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે દરેક ત્રિમાસિકગાળાના અંતે દેશના જાહેર ક્ષેત્રમાં વેપાર કરતી કંપનીઓએ 1%થી વધુની હિસ્સેદારીનો ખુલાસો ફરજિયાત પણે કરવો પડે છે. નાણાકીય વર્ષની શરૂઆત અને એપ્રિલ મહિનામાં કોરોના વાઇરસ મહામારીના કારણે શેરની કિંમતો ગગડ્યા પછી વિદેશી કંપનીઓ તકવાદી બની હતી. એવી સ્થિતિમાં ચીન સહિત પાડોશી દેશો દ્વારા ભારતીય કંપનીઓમાં થતા રોકાણ સંબંધી નિયમોને સરકાર દ્વારા વધુ કડક કરી દેવાયા હતા