1,112 Total Views
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને કારણે આજે દરેક લોકો આઘાતમાં છે. સુશાંતના મૃત્યુના 18 દિવસ પછી પણ, તેમના પ્રિયજનો માની શકતા નથી કે તે હવે અમારી સાથે નથી. સુશાંતે 14 જૂને મુંબઇ સ્થિત તેના ઘરે જ ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. તેણે આ કેમ કર્યું તે અંગેનો ખુલાસો હજી સુધી કરવામાં આવ્યો નથી, પરંતુ સમાચાર મુજબ, છેલ્લા 6 મહિનાથી તે ડિપ્રેશનમાં હતો. મુંબઈ પોલીસ હજી પણ આ કેસની તપાસ કરી રહી છે
આ સાથે જ સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ આ મહિનાના 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળતી સંજના સંઘી પણ સુશાંતના નિધનથી ખૂબ જ દુ:ખી છે અને તેથી જ તેણે મોટો નિર્ણય લીધો છે તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેના પ્રશંસકોને કહ્યું છે કે તે મુંબઇથી નીકળી રહી છે અને તે કદાચ પાછી આવી શકે કે નહીં. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં સંજનાની મુંબઈ પોલીસ દ્વારા લગભગ 9 કલાક પૂછપરછ કરવામાં આવી હતી, જે દરમિયાન તેણે પોલીસને સુશાંતને લગતી ઘણી વાતો જણાવી હતી.
સંજનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું, ‘ખુદા હાફિઝ, મુંબઈ. તમે 4 મહિના પછી જોયા હતા. હું ચાલી, પાછી દિલ્હી. તમારા રસ્તાઓ થોડા જુદા લાગ્યા, જે સુમસાન હતા. કદાચ મારા હ્રદયમાં રહેલું દુ: ખ મારો દ્રષ્ટિકોણ બદલી રહ્યો છે, અથવા કદાચ આ ક્ષણે તમારામાં પણ દુખ છે. તમને મળીશું જલ્દી. અથવા કદાચ ના. આ સિવાય તેણે વીડિયો સાથે એક વ્યક્તિગત નોંધ પણ શેર કરી છે, જે ખૂબ ભાવનાશીલ છે.
આ અંગત નોંધમાં તે લખે છે, ‘આજકાલ, હું બધું જુદા દ્રષ્ટિકોણથી જોવાની કોશિશ કરી રહ્યી છું, વિચાર્યુ તમારી બધા સાથે પણ થોડીક વાત કરી લવું. આ સમયે, દુખ વધારે છે અને વધારત નથી. આ દરેક એકલા કરવું, મુશ્કેલી વધારે છે. પોતાની જાતને આ જીદથી મુક્ત કરી દઇએ? આ મુશ્કેલીને થોડીક સહેલી કરી દઇએ.