India

ચક્કાજામ બાદ હવે ખેડૂતો ટ્રેનો રોકશે, 18મીએ દેશવ્યાપી ‘રેલરોકો’નું એલાન

 1,790 Total Views

– દેશભરમાં બપોરે 12થી 4 કલાક સુધી રેલ રોકો આંદોલન
– પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ માટે દેશભરમાં ખેડૂતોની 14મીએ કેંડલ માર્ચ

દિલ્હીમાં આંદોલન સાથે જોડાયેલા ખેડૂતોના સંગઠનોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં આગામી 18મી ફેબુ્રઆરીએ રેલ રોકો આંદોલન કરવામાં આવશે. અને ચાર કલાક સુધી આ રેલ રોકો આંદોલન ચાલશે, જેમાં શાંતિપૂર્વક રીતે રેલવેના પાટા પર જઇને ટ્રેનોને રોકવામાં આવશે.

સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આગામી 18મી તારીખે સમગ્ર દેશમાં જ્યાં પણ ટ્રેનો ચાલી રહી છે ત્યાં ટ્રેનોને બપોરે 12 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી રોકવામાં આવશે, એટલુ જ નહીં રાજસૃથાનમાં આગામી 12મી તારીખથી બધા જ ટોલ પ્લાઝા પર ટોલ કલેક્શન બંધ કરાવી દેવામાં આવશે.

આ પહેલા ત્રણ કલાક સુધી વિવિધ રાજ્યોમાં હાઇવે અને અન્ય રોડ પર ત્રણ કલાક સુધી ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને હવે રેલવે રોકો આંદોલનની જાહેરાત કરી છે. હજારો ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. જેમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

દરમિયાન 14મી ફેબુ્રઆરીએ પુલવામા હુમલામાં જે જવાનો શહીદ થયા હતા, તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આગામી 14મી ફેબુ્રઆરીએ દેશભરમાં ખેડૂતોએ કેંડલ માર્ચ કાઢવાની પણ જાહેરાત કરી છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ સંસદમાં કહ્યું હતું કે ટોલ પ્લાઝાને નુકસાન કરનારા આંદોલનજીવીઓ ખેડૂતોના આંદોલનને જ નુકસાન પહોંચાડી રહ્યા છે.

આ નિવેદનના કલાકો બાદ ખેડૂતોએ જાહેરાત કરી દીધી હતી કે તેઓ આગામી 12મી તારીખે રાજસૃથાનના બધા જ ટોલ પ્લાઝાને બંધ કરાવી દેશે. બીજી તરફ ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો મોરચો સંભાળી રહેલા રાકેશ ટિકૈતે કહ્યું છે કે ખેડૂતોનું આંદોલન સરકારને સત્તામાંથી હાંકી કાઢવા માટે નથી પણ ખેડૂતોની જે સમસ્યાઓ છે તેના નિરાકરણ અને સમાધાન માટે છે.

રાકેશ ટિકૈતે દિલ્હીના સિંઘુ બોર્ડરની મુલાકાત લીધી હતી જ્યાં ખેડૂતોને સંબોધતી વેળાએ તેમણે આ જાહેરાત કરી હતી, સાથે કહ્યું હતું કે જ્યાં સુધી કૃષિ કાયદા પરત ન લેવામાં આવે અને ટેકાના ભાવની કાયદેસરની ખાતરી ન મળી રહે ત્યાં સુધી આ આંદોલન શરૂ રહેશે.

દરમિયાન દિલ્હીના લાલ કિલ્લા પર 26મી જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ દરમિયાન ધાર્મિક ઝંડો ફરકાવવાના કેસમાં પોલીસે વધુ એક આરોપી ઇકબાલ સિંઘની ધરપકડ કરી છે, જેના પર 50 હજારનંુ ઇનામ હતંુ અને તે અગાઉ ઝડપાયેલા દીપ સિદ્ધુનો સાથીદાર માનવામાં આવે છે. ઇકબાલ સિંઘની દિલ્હી પોલીસે હોશિયારપુરમાંથી ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજુ કરાયો હતો, કોર્ટે ઇકબાલ સિંઘને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો છે.

ફોન આવ્યો એટલે લાલ કિલ્લા પર ગયો હતો : દીપ સિદ્ધુનો ઘટસ્ફોટ

26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવાના કેસમાં ઝડપાયેલા પંજાબી કલાકાર દીપ સિદ્ધુએ પૂછપરછમાં તે દિવસના ઘટનાક્રમની કેટલીક જાણકારી પોલીસને આપી છે. એવા અહેવાલો છે કે પ્રાથમિક તપાસમાં દીપ સિદ્ધુએ દાવો કર્યો છે કે મને ફોન આવ્યો હતો કે લોકો લાલ કિલ્લા તરફ જઇ રહ્યા છે તેથી હું પણ ગયો હતો.

જોકે તેણે એ સ્પષ્ટતા હજુ પણ નથી કરી કે તે લાલ કીલ્લા પર શું કરવા ગયો હતો. તેણે સાથે એવો પણ દાવો કર્યો છે કે હું લાલ કીલ્લા પર ગયો હતો પણ પછી તરત જ પરત દિલ્હીની સિંઘુ બોર્ડર પર પાછો આવી ગયો હતો.

દિવસના ઘટનાક્રમની જાણકારી આપતા તેણે દાવો કર્યો છે કે 26મી જાન્યુઆરીએ સવારે હું સિંઘુ બોર્ડર આવ્યો, જ્યાંથી 11 વાગ્યે લાલ કિલ્લા પર પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દીપ સિદ્ધુની સાથે તેના અન્ય ત્રણ સાથીઓ પણ હતા. પોલીસ હજુ પણ આ સમગ્ર મામલે તેની પૂછપરછ કરી રહી છે.

પાક.માં ટ્રેક્ટર રેલી કાઢીશું ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંઘ

ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનની આડમાં ખાલિસ્તાનના અલગતવાદી સક્રિય થઇ ગયા હોવાના દાવા કરતા રિપોર્ટ સામે આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ખાલિસ્તાની અલગતવાદી ગોપાલ સિંઘે જાહેરાત કરી છે કે તે હવે પાકિસ્તાનમાં ટ્રેક્ટર રેલી કાઢશે.

ગોપાલ સિંઘે દાવો કર્યો છે કે આ ટ્રેક્ટર રેલી અમે ભારતના ખેડૂતોના સમર્થનમાં કાઢી રહ્યા છીએ. જ્યારે એવા દાવા થઇ રહ્યા છે કે તે ખેડૂતોની આડમાં પોતાના ખાલિસ્તાનના મનસુબાને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરી રહ્યો છે. ગોપાલ સિંઘ ઘણા સમયથી ભારત વિરોધી કામ કરી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે અને તેને પાકિસ્તાન પણ સમર્થન આપી રહ્યું છે. તે અગાઉ પણ આવા ભડકાઉ નિવેદનો આપી ચુક્યો છે.

Leave a Reply

Your email address will not be published.