751 Total Views
કાઠમંડુ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે વિદેશ મંત્રાલય અને ભૂ પ્રબંધન મંત્રાલયે કહ્યું હતું કે આ પુસ્તકમાં કેટલીય તથ્યાત્મક ભૂલો અને ‘અનુચિત’ કંટેટ છે, તેના લીધે પુસ્તકના પ્રકાશન પર પ્રતિબંધ મૂકયો છે. કાયદા મંત્રી શિવમાયા એ કહ્યું કે અમે એ નિષ્કર્ષ કાઢયું છે કે પુસ્તકના વિતરણ પર પ્રતિબંધ મૂકી દેવો જોઇએ. માયા એ માન્યું કે કેટલીય ભૂલ તથ્યોની સાથે સંવેદનશીલ મુદ્દા પર પુસ્તકનું પ્રકાશન ખોટું પગલું હતું.
દ્વિપક્ષીય વાતચીતને ઝાટકો પહોંચાડવાની આશંકા હતી
આપને જણાવી દઇએ કે ભારત અને નેપાળની વચ્ચે મે મહિનામાં સરહદ વિવાદ ઉભો થયો હતો. વાતચીત દ્વારા તેનું સમાધન થવાનો દરવાજો પણ દેખાવા લાગ્યો હતો કે આ તાજો વિવાદ ઉભો થયો હતો. નેપાળ સરકારે બાળકોના એક પુસ્તકમાં વિવાદાસ્પદ નકશા પ્રકાશિત કર્યા છે. એટલું જ નહીં તેમાં ભારતની સાથે સરહદ વિવાદનો પણ ઉલ્લેખ છે. નેપાળના આ પગલાંથી બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય વાતચીતને ઝાટકો પહોંચવાની આશંકા પેદા થઇ હતી.
કાલાપાની પર નેપાળનો દાવો
દેશના શિક્ષણ મંત્રી ગિરિરાજ મણિ પોખરલના મતે પુસ્તકનું પ્રકાશન ભારતની કાર્યવાહીના જવાબમાં કરાઇ છે. તેમનું કહેવું છે કે ભારતે ગયા વર્ષે કાલાપાનીને પોતાની સરહદમાં દેખાડતા નકશો રજૂ કર્યો હતો. નેપાળ કાલાપાનીને પોતાનું ગણાવે છે. નેપાળના નવા પુસ્તકમાં બાળકોને નેપાળના ક્ષેત્ર અંગે ભણાવામાં આવી રહ્યું છે અને સરહદ વિવાદોનો ઉલ્લેખ પણ કરાયો છે.
પોતાના ફાયદા માટે કર્યુ?
પુસ્તકમાં પોખરલે જાતે લખ્યું છે કે તેમણે 24 વર્ષ પહેલાં ભારતીય સેનાને નેપાળમાંથી બહાર કરવા માટે અભિયાન ચલાવ્યું હતું. નેપાળમાં એક્સપર્ટસે પણ આ પગલાંનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે એકેડમિક પુસ્તકમાં મંત્રીની ભૂમિકા હોવી જોઇએ નહીં અને પોખરલે પોતાની છબી બનાવા માટે આવું કર્યું છે. તો સેન્ટર ફોર નેપાળ એન્ડ એશિયન સ્ટડીઝના એસોસીએટ પ્રોફેસરનું કહેવું છે કે આવા પુસ્તકોથી નવી પેઢીનું જ્ઞાન વધતું નથી પરંતુ બે દેશોમાં તણાવપૂર્ણ સંબંધોની વચ્ચે વાતચીતનો રસ્તો પણ બંધ થઇ જાય છે.