Business

કેન્દ્ર સરકાર પ્રમાણે જ્વેલરી ખરીદતા સમયે ગ્રાહકોને ફક્ત 3 વસ્તુઓની ચૂકવણી કરવાની છે…

 548 Total Views

દિવાળી નજીકમાં છે અને વર્ષો જૂની પરંપરા મુજબ દિવાળી અને ધનતેરસના પ્રસંગે સોનાંની જ્વેલરીની ખરીદી કરવામાં આવે છે. આ વખતે પણ મોટા પાયે લોકો ગોલ્ડ જ્વેલરી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ તહેવારોમાં જ્વેલરી અચૂક ખરીદે છે. અને તે રોકાણ તેમજ લક્ષ્મીના આગમન સાથે જોડવામાં આવે છે.

જો તમે આ તહેવારી સિઝનમાં જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો તો ખરીદતાં સમયે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. જેનાથી તમે યોગ્ય કિંમતમાં શુદ્ધ જ્વેલરી ખરીદી શકશો અને જ્વેલર્સ તમને ગુમરાહ પણ નહીં કરી શકે. જો તમે ઓનલાઈન જ્વેલરી ખરીદી છો તો તેમાં આ પ્રકારની સમસ્યાઓ ઓછી આવે છે પણ જો જ્વેલરી શોપમાં જઈને ખરીદી છો તો તમારે ખાસ સતર્ક રહેવાની જરૂર છે.

સોનાના ભાવ બજારમાં જ્વેલરીના વજન અને કેરેટના હિસાબથી અલગ-અલગ હોય છે. પમ જ્યારે તમે જ્વેલર્સથી સોનું ખરીદો છો તે જુઓ કે બિલમાં કયા-કયા ચાર્જ નાખવામાં આવ્યા છે. જ્વેલર્સ ગ્રાહકોને ગુમરાહ કરવા માટે બિલમાં અનેક પ્રકારના ચાર્જ જોડી દે છે અનેગ ગ્રાહકની જાણકારીના અભાવે તે કિંમત ચૂકવી પણ દે છે.

સોનાની જ્વેલરીમાં આ 3 વસ્તુઓની જ કરો ચૂકવણી

કેન્દ્ર સરકાર પ્રમાણે જ્વેલરી ખરીદતા સમયે ગ્રાહકોને ફક્ત 3 વસ્તુઓની ચૂકવણી કરવાની છે. પહેલી- સોનાની જ્વેલરીની વજનના હિસાબથી કિંમત, બીજું મેકિંગ ચાર્જ, અને ત્રીજું GST. તમે ઓનલાઈન ચૂકવણી કરો કે ઓફલાઈન ફક્ત આ 3 જ વસ્તુઓની કિંમત તમારે ચૂકવવાની હોય છે. આ સિવાય અન્ય કોઈ પ્રકારનો ચાર્જ હોતો નથી. અમુક જ્વેલર્સ તમારી પાસે પોલિસ વેટ કે પછી લેબર ચાર્જના નામે પૈસા વસૂલે છે. તો તમારે આ ચાર્જ આપવાની જરૂર નથી. અને તમે જ્વેલર્સની સામે ફરિયાદ પમ કરી શકો છો.

મેકિંગ ચાર્જમાં ભાવતાલ કરો

આ ઉપરાંત સોનાનાં દાગીના 24 કેરેટ શુદ્ધ સોનામાંથી બનતા નથી. બજારમાં ઉપલબ્ધ મોટાભાગની જ્વેલરી 22 કેરેટ કે 18 કેરેટની હોય છે. એટલે ખરીદી સમયે રિટેલ બજારમાં સોનાના ભાવની કિંમત અચૂક જાણી લેવી. જેનાથી તમે યોગ્ય રેટ પર જ્વેલરી ખરીદી શકો. આ ઉપરાંત જ્વેલરીના મેકિંગ ચાર્જમાં પણ ભાવ કરાવો અને જ્વેલરને તેને ઓછો કરવા કહો. કેમ કે, અમુક જ્વેલર્સ 30 ટકા સુધી મેકિંગ ચાર્જ લે છે. અને જ્વેલર્સને સૌથી વધારે ફાયદો અને પૈસા તેમાં જ મળે છે.

હોલમાર્કવાળી જ જ્વેલરી ખરીદો

આ ઉપરાંત હંમેશા ઓરિજનલ બિલ લો. જેથી ભવિષ્યમાં તમે જ્યારે જ્વેલરી વેચવા જાય તો તેની પ્યોરિટી અને વજનથ લઈ કોઈ સમસ્યા ન થાય. જ્યાં સુધી શુદ્ધતાની વાત છે તો ફક્ત હોલમાર્કવાળી જ્વેલરી જ ખરીદો. હોલમાર્ક પર પાંચ અંક હોય છે. અને તમામ કેરેટના અલગ હોલમાર્ક હોય છે. 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે.

Leave a Reply

Your email address will not be published.