India

ઈન્ટરપોલના જણાવ્યા પ્રમાણે કોરોનાથી સંક્રમિત પત્રો દ્વારા રાજનૈતિક હસ્તિઓને નિશાન બનાવવામાં આવી શકે છે.

 596 Total Views

દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે આ વાયરસને એક જૈવિક હથિયાર તરીકે ઉપયોગમાં લેવામાં આવી શકે છે તેવી ચેતવણી ઈન્ટરપોલે આપી છે. ઈન્ટરપોલના જણાવ્યા પ્રમાણે દુનિયાની દિગ્ગજ હસ્તીઓને કોરોના વાયરસથી સંક્રમિત પત્રો દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે.

આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન એવા ઈન્ટરપોલે દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને ચેતવી છે કે, તે સાવધાની રાખેઅ ને કોરોનાથી સંક્રમિત દસ્તાવેજોને લઈ સાવધાની વર્તે. ઈન્ટરપોલે એવો પણ દાવો કર્યો છે કે, કોરોનાથી સંક્રમિત પત્રો દ્વારા રાજનૈતિક હસ્તિઓને નિશાન બનાવવામાં આવી શકે છે.

તાજેતરમાં જ આપવામાં આવેલી ગાઈડલાઈન્સ પ્રમાણે ઈંટરપોલે દુનિયાના અન્ય દેશો સહિત ભારતની તપાસ એજન્સીઓને પણ ચેતવણી આપી છે જેમાં જુદી જુદી કાર્ય-પદ્ધતિના આધારે દેખરેખ વધારવાનો વિચાર કરવા કહેવામાં આવ્યું છે.

કોરોના સંક્રમિત કેટલાક પત્રો પણ મળી આવ્યા:

ઈન્ટરપોલના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય વૈશ્વિક નેતાઓને નિશાન બનાવીને કોરોના સંક્રમિત પત્રો પણ મોકલવામાં આવી શકે છે. જેનાથી ખુબ જ સતર્ક રહેવાની જરૂર છે. ઈન્ટરપોલના જણાવ્યા પ્રમાણે દુનિયાના મોટા નેતાઓ અને દિગ્ગજ હસ્તીઓને કોરોનાનો ચેપ લગાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ એજન્સીઓના અધિકારીઓ, ડૉક્ટર્સ અને એસેંશિયલ વર્કર્સને ડરાવવા માતે તેમના ચહેરા પર ખાંસવા અને થૂંકવાની પણ ઘટનાનો સામે આવી છે. જો આમ કરનાર વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો ખતરો વધી શકે છે. એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે, વસ્તુઓ અને અન્ય પદાર્થો પર થુંકવા અને ખાંસીને જાણી જોઈને કોરોનાનું સંક્રમણ ફેલાવના પ્રયાસ કરવામાં આવતા હોવાની ઘટનાઓ પણ ધ્યાને આવી છે. જ્યારે કેટલાક પત્રોને કોરોનાથી સક્રમિત કરીને રાજદ્વારીઓને નિશાન બનાવવાની શક્યતા છે. આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનારા અન્ય જુથોને પણ સંક્રમિત કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય એજન્સીએ કહ્યું હતું કે, કેટલાક લોકો કોરોનાથી સંક્રમિત હોવા છતાંયે જાણી જોઈને એવા વિસ્તારોને અસર પહોંચાડી શકે છે જ્યાં પહેલાથી સંક્રમણ નથી. સાથે જ બોડી ક્લૂડ્સને સંક્રમિત સેંપલને ઓનલાઈન વેચવાનો દાવો કરનારાઓની સૂચના મળી છે. ઈન્ટરપોલે ગાઈડલાઈન્સમાં તમામ વિભાગોને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.