1,577 Total Views
અમેરિકા ના કેલિફોર્નિયા માં ફાઇઝર ની કોરોના વાયરસ વેક્સિન લગાવવાના એક અઠવાડિયા બાદ જ સ્વાસ્થ્ય કર્મચારી કોરોના પોઝિટિવ થઈ ગયો છે. મેથ્યૂ ડબલ્યૂ નામનો સ્વાસ્થ્ય કર્મચારી બે અલગ-અલગ હૉસ્પિટલમાં નર્સનું કામ કરે છે. આ નર્સે ગત 18 ડિસેમ્બરના કોરોના વાયરસ વેક્સિન લગાવરાવી હતી અને ફેસબૂક પર પોસ્ટ કરીને આની જાણકારી પણ આપી હતી. સ્વાસ્થ્ય કર્મચારીએ કહ્યું હતુ કે તેને વેક્સિન લગાવ્યા બાદ કોઈ સાઇડ ઇફેક્ટ નહોતી થઈ.
ઇમ્યુનિટી પેદા થવામાં 10થી 14 દિવસ લાગી શકે છે
રિપોર્ટ પ્રમાણે વેક્સિન લગાવવાના 6 દિવસ બાદ ક્રિસમસની પૂર્વ સંધ્યા પર કોવિડ-19 યૂનિટમાં કામ કર્યા બાદ સ્વાસ્થ્ય કર્મચારી બીમાર થઈ ગયો. સ્વાસ્થ્ય કર્મચારીને ઠંડી લાગવા લાગી અને બાદમાં તેના શરીરમાં દુ:ખાવો થવા લાગ્યો. સ્વાસ્થ્ય કર્મચારીને થાક લાગવા લાગ્યો. ક્રિસમસ બાદ નર્સ હૉસ્પિટલ ગયો અને કોરોના ટેસ્ટ કરાવ્યો. રેમર્સે કહ્યું કે, “અમે વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલથી જાણીએ છીએ કે કોરોના વાયરસની વિરુદ્ધ ઇમ્યુનિટી પેદા થવામાં 10થી 14 દિવસ લાગી શકે છે. હું સમજું છું કે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ તમને 50 ટકા સુરક્ષા આપે છે અને તમારે 95 ટકા સુરક્ષા માટે બીજા ડોઝની જરૂર રહે છે.”
ફાઇઝરનો શૉટ 16 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં સુરક્ષિત
આ પહેલા અમેરિકામાં સતત રેકૉર્ડ સંખ્યામાં કોરોના વાયરસના કેસ મળ્યા બાદ તાબડતોડ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફાઇઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપી હતી. વેક્સિન એડવાઇઝરી સમૂહે 17-4 વોટો સાથે નિર્ણય લીધો હતો કે ફાઇઝરનો શૉટ 16 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોમાં સુરક્ષિત છે. ફાઇઝરે દાવો કર્યો છે કે તેની કોરોના વાયરસ વેક્સિન 95 ટકાથી વધારે પ્રભાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રસીને જલદીથી જલદી મંજૂરી આપવા માટે દબાવ બનાવી રહ્યા હતા.
વેક્સિનના ડોઝ લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી
ઉલ્લેખનીય છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પણ લોકોને સલાહ આપી છે કે તેઓ વેક્સિનના ડોઝ લેતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ લે. લોકોથી એ જાણકારી લેવા પણ કહેવામાં આવ્યું છે કે તેઓ જરૂર તપાસ કરે કે તેમને વેક્સિનથી કોઈ એલર્જી તો નથી. એફડીએએ પોતાની ગાઇડલાઇનમાં કહ્યું છે કે સ્વાસ્થ્ય નિયંત્રણ કોઈ પણ વ્યક્તિને ફાઇઝર-બાયોએનટેકની વેક્સિન ના આપે જેનો એલર્જીનો કોઈ ઇતિહાસ રહ્યો હોય.