2,165 Total Views
અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં એક કરૂણાંતિકા સર્જાઈ છે. વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા પર નરસિંગ સોસાયટી પાસે ધડાકાભેર ભેખડ ધસી પડી હતી. 10 ફૂટ જેટલા ઉંડા ખાડામાં એક શ્રમજીવી વ્યક્તિ દટાયો હતો. ત્યારબાદ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરતા
તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ત્યારબાદ ફાયરની ટીમે રેસ્ક્યૂ કરીને દટાયેલી વ્યક્તિને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ હોસ્પિટલમાં હાજર ડોકટરો દ્વારા વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવી છે. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે નહીં એની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. જે ખોડામાં એક જ વ્યક્તિ અંદર કામ કરી રહી હતી અને દરમિયાન માટી તેના પર પડી હતી. મજૂર અંદાજે 10 ફૂટ જેટલો અંદર દટાઈ ગયો હતો. મજૂરને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની જ મદદ લેવી પડી હતી.