India

આ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે કાંટાની ટક્કર, પૂર્વ ગૃહમંત્રી પણ મેદાનમાં

 407 Total Views

બેચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સ્થગિત કરવામાં આવેલી ચૂંટણીની તારીખ નક્કી થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 25વર્ષથી બેચરાજી APMC માં સતા ભોગવતાં સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ પટેલ સામે રાજયના પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ મેદાનમાં આવતાં જંગ રોમાંચક બનવા પામ્યો છ.ચાણસ્મા માર્કેટયાર્ડથી અલગ પડી બેચરાજી APMC અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપના વિઠ્ઠલભાઈ પટેલ ચેરમેન તરીકે બીનહરીફ ચૂંટાતાં આવ્યાં છે. પરંતુ ઈતિહાસમાં પહેલીવાર 22 સપ્ટેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં ભાજપના જ વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઈ પટેલ અને પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ જૂથ આમને સામને આવી જતાં બહુચરાજી માર્કેટયાર્ડની ચૂંટણી રસપ્રદ બની જવા પામી છે.બન્ને જુથના સમર્થકો મતદારોને રીઝવવામાં માટે તનતોડ મહેનત કરી રહયાં છે.

બન્ને જૂથો શકિતપ્રદર્શન માટે મતદારોની બેઠકો યોજી રહયાં છે. રજનીભાઈ પટેલના જૂથે તેમના પ્રતિસ્પર્ધીઓ સુધી સંદેશ પહોચાડવા માટે બહુચરાજીના મણીધર વિલેજમાં ગુરૂવારના રોજ ખેડૂત વિભાગની મંડળીઓ અને વેપારીઓની એક બેઠક યોજી હતી.જેમાં તેમને ખેડૂત વિભાગની 20 મંડળીઓ પૈકીની 18 મંડળીઓના 167 મતદારોનું સમર્થન હોવા અંગેનો દાવો કર્યો હતો.બીજી તરફ વિઠ્ઠલભાઈ પટેલનું જૂથ પણ તેમને ખેડૂત વિભાગના 183 મતદારોનું હોવાનું જણાવી રહયાં છે.મતદારો બન્ને જૂથની બેઠકોમાં હાજર રહી બન્ને જૂથને આશ્વાસન આપી રહયાં છે.અને તેના આધારે બન્ને જૂથ જીતના દાવાઓ કરી રહયાં છે.પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિઠ્ઠલભાઈ પટેલના સમર્થન વાળી 8 મંડળીઓની મતદાર યાદીમાંથી બાદબાકી થતાં અને રજનીભાઈ પટેલના સમર્થનમાં હોય તેવી 11 મંડળીઓનો સમાવેશ થતાં વર્તમાન ચેરમેન જૂથની અપેક્ષાએ પૂર્વગૃહમંત્રીનું બળ વધુ દેખાઈ રહ્યું છે.આમ છતાં છેલ્લી ઘડીએ પલ્લુ ગમે તે તરફ નમી શકે છે.

બેચરાજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નિયામક મંડળની ચૂંટણી માટે પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ ખેડૂત મતવિભાગની 10 બેઠક માટે 20 મંડળીના રર૯ મતદારો છે.વેપારી વિભાગની 4 બેઠક માટે 29 મતદારો છે.અને ખરીદ વેચાણ વિભાગની 1 બેઠક માટે 11 મતદારો છે.આમ 15 બેઠકો માટે કુલ 269 મતદારા છે.

Leave a Reply

Your email address will not be published.