India

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની ટીમે વિશ્વના ટોચના ભારતના ૧૪૯૪ વિજ્ઞાનીઓનો સમાવેશ થાય છે.

 916 Total Views

કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની ટીમે વિશ્વના ટોચના ૨ ટકા વિજ્ઞાનીઓની તૈયાર કરેલી યાદીમાં ભારતના ૧૪૯૪ વિજ્ઞાનીઓનો સમાવેશ થાય છે. તે પૈકી એક મોટોભાગ તો બેંગ્લોરનો છે. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન સી.એન.અશ્વાથ નારાયણે ટ્વિટ કરીને આ જાણકારી આપતાં કર્ણાટકના ટોચના વિજ્ઞાનીઓનો પણ યાદીમાં સમાવેશ થઇ રહ્યો હોવા અંગે બધાનું ધ્યાન દોર્યું હતું.

તેઓ કર્ણાટકમાં આઇટી/બીટી અને ટેકનોલોજી મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. પી.એલ.ઓ.એસ. બાયોલોજી જર્નલમાં વિશ્વના ટોચના વિજ્ઞાનીઓની આ યાદી જાહેર થઇ છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘હું આશા સેવું છું કે નવી શિક્ષણનીતિની મદદથી શૈક્ષણિક ઉત્કૃષ્ઠતા પર વધુ ધ્યાન આપવામાં આવતાં રાજ્ય સંચાલિત વિજ્ઞાન સંસ્થાનોના માધ્યમથી આ યાદીમાં ઉત્તરોત્તર વધારો થતો રહેશે.’

પ્રકાશિત થયેલી વિશ્વના ટોચના વિજ્ઞાનીઓની યાદીમાં કર્ણાટકના ૧૨૪ વિજ્ઞાનીઓનો સમાવેશ થાય છે. તે પૈકી ૯૩ વિજ્ઞાની તો ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ સાથે સંકળાયેલા છે. કેટલાક વિજ્ઞાની તો હાલમાં પણ ત્યાં કાર્યરત છે. ૨૨ જેટલી વિજ્ઞાનશાખા અને ૧૭૬ જેટલી પેટાશાખામાં આ તમામ વિજ્ઞાનીઓનું વર્ગીકરણ થયેલું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરીને વિશ્વના ટોચના ૧,૦૦,૦૦૦ વિજ્ઞાનીઓની યાદી તૈયાર કરી છે.

IIT ગુવાહાટી, તેજપુર યુનિ.ના ફેકલ્ટીનો પણ સમાવેશ

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ દ્વારા તૈયાર થયેલી વિશ્વના ટોચના વિજ્ઞાનીઓની યાદીમાં આઇઆઇટી- ગુવાહાટીના ૨૨ જેટલા ફેકલ્ટી અને રિસર્ચર્સનો પણ સમાવેશ થાય છે. યાદીમાં જે ભારતીય વિજ્ઞાનીઓનો સમાવેશ થાય છે તેમાં કેન્દ્રીય તેજપુર યુનિવર્સિટીના સાત ફેકલ્ટી સભ્યોનો પણ સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.