899 Total Views
– બંનેએ ઝેરી દવા ગટગટાવી લેતા દોડધામ
– શિક્ષકે પૂર્વ વિદ્યાર્થિની સાથે પ્રેમ લગ્ન કરતા શાળામાંથી ડિસમિસ કરાયા હતા : પોલીસે વધુ તપાસ હાથ ધરી
નડિયાદ : ખેડા જિલ્લાના એક શિક્ષક તેની પત્નીને મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા.જ્યા બંને વ્યક્તિઓએ જીલવેણ દવા પી લેતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.હાલ બંને સારવાર હેઠળ છે.
ઠાસરા શહેરની એક સ્કુલમાં ફરજ બજાવતા શિક્ષક રેનીશ મેકવાને શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ બનાવની જાણ શાળા પરિવારને થતા તેઓને શાળામાંથી ડિસમિસ કરવામાં આવ્યા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.આજરોજ સવારે બંને વ્યક્તિઓ નડિયાદ શહેરના ઇન્દિરાનગરમાં આવેલ પાસ્ટર સેન્ટરમાં દવા પીવા માટે ગયા હતા.
આ બનાવની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતા પોલીસ ટીમે તાત્કાલિક અસરથી બનાવ સ્થળે પહોચી બંને વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યા હતા.
આ બાદ પશ્ચિમ પોલીસની ટીમ બંને પતિ-પત્નીને લઇ નડિયાદ મામલતદાર કચેરીમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યા હતા.જ્યા બંને પતિ-પત્નીએ દવા પી લીધી હતી.
આ બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકના ફરજ પરના પી.એસ.આઇનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે બંને વ્યક્તિઓ દવા પીવાની ધમકી આપી હતી.જેથી બંને વ્યક્તિઓને લઇ મામલતદાર સમક્ષ રજૂ કરવા માટે લાવવામાં આવ્યા હતા જ્યા બંનેએ દવા પી હતી.આ બાદ બંને વ્યક્તિઓને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યા હાલ બંને પતિ-પત્ની સારવાર હેઠળ હોવાનુ જણાવ્યુ હતુ.જો કે આ બંને વ્યકતિઓએ ક્યા કારણોસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો તે દિશામાં તપાસ શરૂ હોવાનુ જણાવ્યુ હતુ.