Crime GUJARAT

ગઢડા શહેરમાં એક સનસનાટી ભરી હત્યાની ઘટના બની…

 670 Total Views

ગઢડા શહેરમાં એક સનસનાટી ભરી હત્યાની ઘટના બની છે. જેમા એક સગા ભાઇએ પોતાના જ નાના ભાઇની હત્યા કરી નાંખી છે. સગા ભાઈએ ઘરકંકાસના કારણે સગા ભાઈની હત્યા કરતા પથંકમાં મોટા ભાઇ પર લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

આ ઘટના ગઢડા શહેરના સામાકાઠા વિસ્તારની છે. સામાકાંઠે રહેતા મંગળુભાઈ ભીસરીયાએ તેના નાનાભાઈ કિશોરભાઈને ગઈકાલે લાકડાના ધોકા મારી અને જીવલેણ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલા બાદ ઈજાગ્રસ્ત નાના ભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ આજરોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. હત્યાની આ ચકચારી ઘટનાથી ગઢડા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રાત્રે કિશોરભાઈને તેમના મોટા ભાઇએ લાકડાના ધોકાના ફટકા માર્યા હતા. તેથી તાત્કાલીક સારવાર માટે ઇજાગ્રસ્ત કિશોરભાઇને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

બે ભાઈઓ વચ્ચે વાઘ બારસની રાતે ખૂની ખેલ ખેલાઈ તેવામાં ઘરના સભ્યોએ ભાઈઓને છોડાવવાના પ્રયાસો કર્યા હતા. દરમિયાન મોટા ભાઇએ જોશમાં આવી જઈને કિશોરભાઈને લાકડાના ફટકા મારતા તેમને મૂઢ માર લાગ્યો હતો. ઘરકંકાસમાં સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ખૂની ખેલમાં તબદીલ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published.