Kheda (Anand)

કપડવંજ મુકામે મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના અંગેનો કાર્યક્રમ ખેડા જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો

 967 Total Views

નડિયાદ-શનિવાર : વડાપ્રાધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મદિવસ નિમિત્તે મુખ્‍યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઇ લોકાર્પણ કાર્યક્રમ કપડવંજ ખાતે ખેડા જિલ્‍લા પંચાયત પ્રમુખશ્રીમતી નયનાબેન પટેલના અધ્યક્ષ સ્‍થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં કપડવંજ અને ગળતેશ્ર્વર તાલુકાની મહિલાઓને મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના મંત્રીશ્રીમતી વિભાવરીબેન દવેએ માર્ગદર્શક ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ખેડા જિલ્‍લા પંચાયતના મહિલા પ્રમુખશ્રીમતી નયનાબેન પટેલએ દિપ પ્રગટાવી ઉપસ્‍થિત મહિલાઓને જણાવ્‍યું હતું કે, રાજયની મહિલાઓ પગભર થાય, સશકત અને સ્‍વાવલંબી બને તે માટે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મહિલા ઉત્‍કર્ષ ની અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.

રાષ્‍ટ્રીય મહિલા આજીવિકા મીશન હેઠળ રાજયમાં છેલ્‍લા ચાર વર્ષમાં મહિલાઓનું સશકિતકરણ માટે નોંધપાત્ર કામ થયું છે. આ યોજના હેઠળ રાજયમાં ૨,૫૧,૦૦૦ સ્‍વસહાય જૂથ નોંધાયેલ છે. જેમાં રાજયની ૨૬ લાખ જેટલી મહિલાઓ જોડાયેલ છે. સ્‍વ સહાય જૂથોને સ્‍ટાર્ટ અપ ફંડ તરીકે રૂા.૨૯ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. લગભગ પ,૫૨,૦૦૦ જેટલી મહિલાઓ પશુપાલન સાથે સંકળાયેલી છે. રાજયની બહેનો હેન્‍ડીક્રાફટ, હેન્‍ડલૂમ જેવા ગૃહ ઉદ્યોગો જેવા ઉપરાંત વર્તમાન કોરોનાની મહામારીમાં કાપડના માસ્‍ક, સેનેટાઇઝર બનાવી આશરે રૂા.૫.૬૦ કરોડનું ટર્ન ઓવર કરેલ છે.

વધુમાં તેઓએ મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજનાની માહિતી આપતા જણાવ્‍યું હતું કે, આ યોજનામાં જોડાનાર મહિલાઓને રૂા.એક લાખનું ધિરાણ લોન ઇચ્છુક દસ બહેનોના જૂથને મળશે. જેનું વ્‍યાજ રાજય સરકાર ચૂકવશે. જેથી મહિલાઓનું આર્થિક ભારણ ઘટશે અને નફાનું ધોરણ વઘશે. આ યોજના પોતાના પગ ઉપર ઉભા થવા માંગતી બહેનો માટે આશીર્વાદરૂપ લેખાશે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની મહિલા ઉત્‍કર્ષ સખી મંડળની યોજનાનો ઉલ્‍લેખ કરી જણાવ્‍યું હતું કે આ યોજના હાલ યોજના સમગ્ર ભારતમાં ચાલી રહી છે. આ યોજના બહેનોના સશકિતકરણ માટે ઉપયોગી થઇ રહિ હોવાનું જણાવી તેઓએ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્‍યા હતા. તેઓએ રાજય અને કેન્‍દ્ર સરકાર માહિતીલક્ષી અનેક યોજનાઓની માહિતી આપી હતી. સૌ મહિલાઓએ આ યોજનાનો લાભ લેવા અને તેનો પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કર્યો હતો. જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી નડિયાદ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવીએ પણ મહિલાઓને ઉપયોગી માર્ગદર્શન આપ્‍યું હતું.

જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી આર.ટી.ઝાલાએ સમગ્ર યોજનાની વિસ્‍તૃત માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે લાભાર્થી મહિલાઓને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. આ પ્રસંગે જિલલા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઇ પરમાર, અગ્રણી સર્વશ્રી ગોપાલભાઇ શાહ, નિલેશભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ઝાલા, ચીફ ઓફિસ્‍રશ્રી મોઢ, શ્રીમતી સેજલબેન બ્રહ્મભટ્ટ તથા મોટી સંખ્યા લાભાર્થી બહેનો ઉપસ્‍થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published.