GUJARAT

અમદાવાદ માં ફરજ બજાવતાં એક પોલીસ ઈન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ ના નિષ્ણાંત મનાતા ની સલાહ માનીને મોટા વિવાદમાં ફસાયા

 1,472 Total Views

ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ માં ફરજ બજાવતાં એક પોલીસ ઈન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ ના નિષ્ણાંત મનાતા તેમના જ મિત્ર અને સાથી પીઆઈ (PI)ની સલાહ માનીને મોટા વિવાદમાં ફસાયા છે. આ પીઆઈએ તેમના વોટ્સએપ સ્ટેટ્સ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આકરી ટીકા કરતો વીડિયો મુકતાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એમ પણ કહેવાય છે કે, તેમનો આ બાબતે પણ માંગવામાં આવે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આ પીઆઈ ઘણા સમયથી અંદરોઅંદર વડાપ્રધાનના કેટલાંક નિર્ણયો અને તેમની વિચારધારા સાથે સહમતિ ધરાવતા હતા. પરંતુ સરકારી અધિકારી હોવાથી જાહેરમાં પોતાનો આ મત, લાગ્ણી વ્યક્ત કરી શકતા નહોતા.

આ અંગે તેમણે તેમના જ સાથી પીઆઈ જે સાયબર ક્રાઈમના નિષ્ણાંત મનાય છે તેમની આગળ હૃદય ખોલ્યું હતું. આ સાથી પીઆઈએ તેમને ભેરવી દેતી એવી સલાહ આપી હતી કે, તું મારા વોટ્સએપ સ્ટેટ્સ પર જે લખવું, મુકવું હોય મુક, કોઈ તને પકડી નહીં શકે.

વડાપ્રધાનની પણ ટીકા કરવી હોયલ તો બિન્દાસ્ત કરી શકાય. આની પાછળ આ સાયબર નિષ્ણાંત પીઆઈ મિત્રએ એવી દલીલ કરેલી કે, વોટ્સએપ સ્ટેટ્સ મુકો એના 24 કલાકમાં તો ડીલીટ થઈ જવાનું છે એટલે ગમે તે ટીકા કરો એના પુરાવા રહી શકતા નથી. આમ, આ દલીલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈના ગળે ઉતરી ગઈ અને ભરાઈ ગયા. કારણ કે, વડાપ્રધાનની ટીકા કરતા તેમના સ્ટેટ્સના સ્ક્રીન શોટ ફરતા થઈ ગયા અને આ મુદ્દે મોટો વિવાદ સર્જાયો.

ખાનગી સૂત્રોના જણાવ્યા મુજબ ગમે ત્યારે આ પીઆઈનો ખુલાસો પણ માંગવામાં આવે તેવી શક્યતા છે. અત્યારે તો આ પીઆઈ તેમના કહેવાતા મિત્ર પીઆઈએ આપેલી સલાહ માનવા બદલ માથું પકડી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.