Crime

ઈડરના પાવાપુરીની જૈન સાધુની પાપલીલા પ્રકરણમાં પીડિતાના નિવેદનથી નવો વળાંક

 187 Total Views

ઈડર નજીક રાણીતળાવના મધ્યે જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થાના પ્રમુખ મ.સા.કલ્યાણસાગર અને રાજતિલકસાગર (રાજા મહારાજ) સામે ૧૭ વર્ષ અગાઉ બાલમુનિ અને શિષ્ય તરીકે રહી ચુકેલા અને હાલ સુરત રહેતા શખ્સની પત્નિ સાથે વ્યાભિચાર થતો હોવાના વીડિયો પુરાવા સાથે ઈડરના તબીબે રરને રાત્રે ફરિયાદ નોંધાવતા ઈડર પોલીસ બીજા જ દિવસે સુરત પહોંચી હતી.

પોલીસે પીડીતાનુ નિવેદન લેતા ફરિયાદી ટ્રસ્ટી ડો.આશિષ દોશીએ જ તેને મેનેજર અને પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપીને બંને મહારાજને ફસાવીને વીડિયો શૂટ કરવા લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા જણાવ્યુ હતુ. આ પ્રકારના નિવેદનથી ખુદ ઈડર પોલીસ પણ મુંઝાઈ છે અને હવે કઈ કાર્યવાહી કરવી તે માટે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટીંગનો દોર શરૂ થઈ ગયો છે.

બીજી તરફ ફરીયાદ તબીબ આશિત દોશી સહિત ઈડરના જૈન અગ્રણીઓએ પીડિતાના નિવેદનને જુઠુ ગણાવીને પીડિતા અને મહારાજો વચ્ચે લાખોનો વ્યવહાર થયાનો આક્ષેપ કરીને પીડિતાની ઓડિયો કલીપ સહિત ઘણા પુરાવાઓ હોવાની વાત કરી છે તેમજ અસંખ્ય મહિલાઓ પીડિત હોવાનુ કહ્યું છે.

વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા કહ્યું હતું’

પીડિતાએ કહ્યું કે રાજતિલકસાગરે પતિને પૂજાપાઠ માટે બોલાવતા સપરિવાર સાથે ર૬ ડિસેમ્બર ર૦૧૯ના રોજ ઈડર આવ્યા હતા. ત્યારે પાવાપુરીના ટ્રસ્ટી આશિત દોશી, તેના ભાઈ પરાગ દોશી અને મનીષ દોશી તેના પતિને મળી કલ્યાણસાગર મહારાજ અને રાજતિલકસાગર મહારાજે અનેક મહિલા અનુયાયીઓ સાથે વ્યાભિચાર કર્યો છે, જેથી જૈન અનુશાસન અને ધર્મને ભારે નુકશાન પહોંચ્યુ હોવાથી પુરાવા એકત્ર કરવાનુ જણાવ્યું હતું.

વીડિયો કેમેરાથી સજ્જ એક લેડીઝ પર્સ આપ્યુ હતુ. જેથી પીડીતાએ આ શૂંટીગ કરવુ તેના માટે અઘરુ હોવાનુ જણાવ્યુ હતુ તેમજ બંને મહારાજ પણ નહી ફસાશે. જેથી આશિત દોષી અને તેના બંને ભાઈઓએ બંને બાળકોને કબ્જે કરીને ધમકી આપી ગોળીઓ આપી હતી. જે પૈકી બબ્બે ગોળી બંને મહારાજોના જમવામાં ભેળવી અને બે ગોળી પોતે લીધી હતી.

ત્યારબાદ બંને મહારાજાને અલગ અલગ રૂમમાં મળી અને અમુક મર્યાદા સુધીની હરકતોનું  વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. પરંતુ કોઈ દુષ્કર્મ થયુ ન હતુ. પતિ ત્યાં જ રોકાઈ ગયા હતા જેઓને ૩૦-૧ર-ર૦૧૯ના રોજ આશિત દોશી અને તેના ભાઈઓએ વિડીયો બતાવીને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યુ હતુ.

એક મહિના અગાઉ આશિત દોશીએ પીડિતાના પતિને તમામ  વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બંને મહારાજો વિરુધ્ધ બળાત્કારની ફરીયાદ કરવા કહ્યું હતું. ઈડર પોલીસ મથકે રર જૂનને રાત્રે તેના નામ સાથે નોંધાયેલી ફરિયાદ ખોટી હોવાનું પીડિતાએ નિવેદન આપતા મામલો ગૂંચવાયો છે.

પીડિતા જુઠ્ઠુ બોલે છે, અમારી પાસે પુરાવા છે, ટૂંકમાં સત્ય બહાર આવશે : ફરિયાદી

  • તમે પીડિતાના બાળકોને ગોંધી રાખીને તેને વીડિયો માટે મજબૂર કરી હતી ? ફરિયાદી આશિત દોશીનો જવાબ : ના, પીડિતા જુઠ બોલે છે. શૂટિંગ ર૭-૧રના રોજ થયું હતું અને હું આ કપલને પહેલી જ વાર ૩૦-૧ર-૧૯ના રોજ મળ્યો હતો અને મેં તેને કોઈ પર્સમાં કેમેરા ફિટ કરીને રેકોર્ડ કરવા માટે આપ્યા નથી.
  • તમે ૧ર વર્ષથી ટ્રસ્ટમાં હતા તો કેમ આજસુધી ફરિયાદ નોંધાવી નથી અને તમને ટ્રસ્ટમાંથી કાઢવાની નોટિસ આવ્યા બાદ જ કેમ સામે પડયા ? જવાબ : અમે બંને મહારાજને કહ્યુ કે તમે સંંસારમાં આવી જાઓ તો મને તથા મારી સાથે આવેલા ટ્રસ્ટીઓ અને શ્રેષ્ઠીઓને ગાળો બોલીને કાઢી મુક્યા હતા.
  • પીડિતાએ નિવેદનમાં તમારી સામે આક્ષેપ કરી દીધો છે. હવે તમે શું કરશો ? જવાબઃ અમારી પાસે પીડિતા અને તેના પતિના ઓડિયો કલીપ તેમજ ૧૦૦ કરતા વધારે મહિલાઓ સાથે દુષ્કર્મ – વ્યાભિચાર થયા હોવાના અનેક પુરાવાઓ છે.
  • પીડીતાના નિવેદન બાદ તમે પોતે આરોપી બની ગયા છો એવુ તમને લાગે છે? જવાબઃ પીડિતાએ લાખો રૂપિયા લઈને નિવેદન બદલી દીધુ હશે. ઈડર પોલીસ સમક્ષ નિવેદન આપ્યુ હતુ અને પોલીસ અમારી તપાસ કરશે કે નિવેદન લેશે ત્યારે તમામ પુરાવાઓ આપીશું. જેથી પીડીતાએ ખોટુ નિવેદન આપ્યુ તે સાબિત થઈ જશે.

 

Leave a Reply

Your email address will not be published.