GUJARAT

રામલીલામાં ભગવાન રામનો રોલ કરતા મુસ્લિમ કલાકારને મળી ધમકી

 477 Total Views

યુપીના બરેલીમાં મુસ્લિમ કલાકારોને રામલીલામાં ભાગ લેવા બદલ કટ્ટરવાદીઓ દ્વારા ધમકી આપવામાં આવી છે અને એ પછી આ બે કલાકારોએ પોલીસને ફરિયાદ કરી છે.

પોલીસે પણ તપાસના આદેશ આપી દીધા છે. બરેલીના રહેવાસી દાનિશ ખાન રામલીલામાં ભગવાન રામનુ પાત્ર ભજવે છે અ્ને કેટલાક કટ્ટરવાદીઓને આ પસંદ આવ્યુ નથી.

દાનિશના ઘરમાં જ ભાડૂઆત તરીકે રહેતા વ્યક્તિએ દાનિશને ધમકાવ્યો હતો અને કહ્યુ હતુ કે, ભગવાન રામનો રોલ કરવાનુ બંધ કરી દે નહીંતર તારી સાથે સારૂ નહીં થાય અને હું તારી સાથે કશું પણ કરી શકું છું. જો તુ ભગવાન રામનુ પાત્ર ભજવીશ તો હું ઘર પર કબ્જો કરી લઈશ અને ક્યારેય ઘર ખાલી નહીં કરૂ.

Leave a Reply

Your email address will not be published.