579 Total Views
માળીયા હાટીના તાલુકાનાં ભંડુરી ગામ ના અગ્રણી ઉધોગપતિ અને વતન પ્રેમી એવા વાસુ ફાર્મા વડોદરા ના સદસ્ય સ્વ શ્રી અશોકભાઈ ઉકાણી નું તાજેતર માં અવસાન થતાં તેની શોકસભા ભંડુરી પ્રાથમિક શાળા માં યોજાઈ ગઈ જેમાં ગામ ના દરેક જ્ઞાતિ ના અગ્રણી ઉપસ્થિત રહેલ અને શ્રદ્ધાંજલિ પાઠવેલ
વિધિ ની વક્રતા
વિધિ ની વક્રતા કે કુદરત ની કરુણતા એ વાતની કહેવાય કે આ પરિવારે પ્રા. શાળા ના પ્રાર્થના હોલ બનાવવા માટે રૂપિયા ઓગણત્રીસ લાખ ને એકાવન હજાર નું દાન આપી અને હોલ કરાવેલ અને તે પૂર્ણતા ના આરે હતો અને લોકાર્પણ ની ત્યારી ચાલતી હતી પણ કુદરતે કઠોરતા વાપરી અને લોકાર્પણ પહેલા આ હોલના દાતા ની શોકસભા કરવી પડી આવો જ બનાવ આ ગામે 42 વર્ષ પહેલાં બનેલ જેમાં ગામના ખેડૂત પુત્ર સ્વ કાનભાઈ નંદાણીયા એ નાટકો ભજવી ને સ્મશાન ઊભું કરેલું અને તેમાં જ તેનો પહેલો અગ્નિસંસકાર થયેલ તે વાત ની યાદ તાજી કરાવેલ
રિપોર્ટ : મહેશ ભાઈ કાનાબાર, માળીયા હાટીના.