GUJARAT

ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટી ના પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા પત્ર લખી કોવીડ19 ના હોસ્પિટલો કાર્યરત કરવા પ્રજાહિત માં રજુઆત કરાઈ

 185 Total Views

કોવીડ19 ના દર્દીઓની સંખ્યામાં અત્યંત ઝડપી વધારો થઇ રહ્યો છે, ગરીબ તેમજ મધ્યમ વર્ગ ને હોસ્પિટલો માં જગ્યા ના હોવાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ જીવ ગુમાવવાના વારો આવ્યો છે, અંકલેશ્વર ખાતે ઈએસઆઇસી હોસ્પિટલને કોવીડ19 હોસ્પિટલ તરીકે સરકાર દ્વારા જાહેર કરાઈ
પરંતુ અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોની વસ્તીને ધ્યાને લેતા એ પૂરતી નથી જેથી પ્રજાહિત ને ધ્યાને લઇ ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના સિનિયર અગ્રણી અને અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી કમિટી ના પૂર્વ ચેરમેન સિકંદરભાઈ ફડવાલા દ્વારા ભરૂચ કલેક્ટરસાહેબ, સાંસદ મનસુખભાઇ વસાવા સાહેબ, ધારાસભ્ય ઈશ્વરશિંહ પટેલ સાહેબ તેમજ પ્રાંત અધિકારી સાહેબ ને પત્ર લખી વહેલી તકે કોવીડ19 સેન્ટરો ઉભા કરવામાં આવે જેથી ગરીબ તેમજ મધ્યમ વર્ગ ને હાલાકી ભોગવવી ના પડે અને જીવ ગુમાવવા ના પડે તે માટે પ્રજાહિત માં રજુઆત કરાઈ.


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.